શું ઋષભ પંતને મળવા કોકિલાબેન હૉસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા? આ પોસ્ટથી ચોંકી ગયા લોકો

શું ઋષભ પંતને મળવા કોકિલાબેન હૉસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા? અહીં જાણો હકીકત.

Urvashi Rautela and Rishabh Pant: ભારતીય ક્રિકેટ સ્ટાર ઋષભ પંતના અકસ્માત બાદ સહુ કોઈ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા. હાલમાં ઉર્વશી મુંબઈમાં છે અને તે એ જ હૉસ્પિટલની આસપાસ જોવા મળી જ્યાં ઋષભ પંતને ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સંબંધની લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવે છે.

ઋષભ પંતને મળવા હૉસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા

ઋષભ પંતને મળવા હૉસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા

ઉલ્લેખનીય છે કે 30 ડિસેમ્બર, 2022 ના રોજ એક મોટી દુર્ઘટનાનો ભોગ બનેલા ઋષભ પંતને સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેના પરથી લાગે છે કે તે તેના પ્રેમી ઋષભ પંતને મળવા હૉસ્પિટલ પહોંચી હતી.

મુંબઈમાં ચાલી રહ્યો છે ઋષભ પંતનો ઈલાજ

મુંબઈમાં ચાલી રહ્યો છે ઋષભ પંતનો ઈલાજ

ઉર્વશી રૌતેલાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલની બિલ્ડીંગની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તે હૉસ્પિટલ પાસે હોય તેવુ લાગી રહ્યુ હતુ. જોકે પોસ્ટ પર કોઈ કેપ્શન લખવામાં આવ્યુ નથી. માત્ર શહેરનુ નામ જીયોટેગીંગ હતુ. તમને જણાવી દઈએ કે બુધવારે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને તેની સર્જરી માટે દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે- વિકેટકીપર અને બેટ્સમેનોએ લિગામેન્ટ ટિયર માટે સર્જરી અને બાદની પ્રક્રિયાઓમાંથી પસાર થવુ પડશે.

બીસીસીઆઈ તરફથી આવ્યુ નિવેદન

બીસીસીઆઈ તરફથી આવ્યુ નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમ તરફથી નિવેદન આવ્યુ છે - ઈજાગ્રસ્ત ઋષભ પંતને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેઓ ડૉ.દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ છે. ઋષભની સર્જરી કરવામાં આવશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની રિકવરી અને રિહેબિલિટેશન દરમિયાન લિગામેન્ટ ટિયર માટે બાદની પ્રક્રિયાઓ પર નજર રાખશે.

અનુપમ ખેર અને અનિલ કપૂર પહોંચ્યા હૉસ્પિટલ

અનુપમ ખેર અને અનિલ કપૂર પહોંચ્યા હૉસ્પિટલ

આ પહેલા બૉલિવુડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેર ભારતીય ક્રિકેટર ઋષભ પંતને મળવા દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા. હૉસ્પિટલની બહારથી બંને કલાકારોની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી હતી. ઋષભ પંતને મળ્યા બાદ અનિલ કપૂર અને અનુપમ ખેરે મીડિયાને જણાવ્યુ કે તેઓ બંને ઋષભ પંતને મળ્યા હતા અને તેની માતાને પણ મળ્યા હતા. અનિલ કપૂર અને અનુપમ ખેરે લોકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ ઋષભના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરે. ભગવાન ચોક્કસપણે દરેકની વાત સાંભળશે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

ઉર્વશી રૌતેલાએ કર્યો આ મેસેજ

ઋષભ પંતના અકસ્માતના સમાચાર મળતા જ ઉર્વશી રૌતેલાની પોસ્ટે બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. આ ફોટોમાં તે વ્હાઇટ આઉટફિટ, ઇયરિંગ્સ, માંગ ટીકા પહેરીને અદભૂત લાગી રહી હતી. પરંતુ ફોટો કરતા વધારે ફેન્સનુ ધ્યાન તેના કેપ્શન પર ગયુ. ઉર્વશીએ ફોટો શેર કર્યો અને કેપ્શન પર લખ્યુ- હું પ્રાર્થના કરી રહી છુ.

આ રીતે થયો હતો ઋષભ પંતનો એક્સીડન્ટ

આ રીતે થયો હતો ઋષભ પંતનો એક્સીડન્ટ

ઋષભ પંત નવા વર્ષ પર તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્લીથી દેહરાદૂનમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે પોતે કાર ચલાવી રહ્યો હતો. સવારે ડ્રાઇવિંગ કરતી વખતે તેને અચાનક ઝોકુ આવી ગયુ અને તેની મોંઘી મર્સિડીઝ કાર રૂરકી પાસે ડિવાઈડર સાથે અથડાઈ. તેની કાર ખૂબ જ સ્પીડમાં હતી, જેના કારણે અકસ્માતમાં તેને કપાળ, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. દુર્ઘટના પછી બીસીસીઆઈએ તેના માટે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યુ અને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X