Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics/Video : ચાલો મળીએ હસી તો ફસીની મેંટલ મીતાને!

મુંબઈ, 31 જાન્યુઆરી : શીર્ષક વાંચ્યા બાદ આપ વિચારતાં હશો કે અમે કેવી વિચિત્ર વાત કરી રહ્યાં છીએ, પણ શું કરીએ. આવું નિવેદન અમે નહીં, પણ પોતે ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા કરી રહ્યાં છે. તેમની આવનાર ફિલ્મ હસી તો ફસીમાં પરિણીતી એક ગાંડી યુવતીના રોલમાં છે કે જે થોડીક ખસકેલી પણ છે. તેની મુલાકાત એક એવા છોકરા સાથે થાય છે કે જે તેને જ નહીં, પણ તેના ગાંડપણને દિલ દઈને પ્રેમ કરે છે.

પરિણીતી ચોપરા પોતે કહે છે - હસી તો ફસીમાં તો હું સાચે જ ફસાઈ ગઈ હતી. મને પોતાના પાત્ર ઉપર બહુ વધારે ધ્યાન આપવુ પડતુ હતું. હળવી રોમાંટિક ફિલ્મોમાં શર્મિલી અને ચુલબુલી યુવતીનું પાત્ર ભજવવુ વધુ સરળ હોય છે કે જેમાં પ્રેમ કહાણી હોય અને પ્રેમભર્યાં ગીતો હોય તથા ફિલ્મનો સુખદ અંત થતો હોય. નોંધનીય છે કે પરિણીતી છેલ્લા શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં નજરે પડ્યા હતાં કે જેમાં તેમના હીરો સુશાંત સિંહ રાજપૂત હતાં. હવે પરિણીતી હસી તો ફસીમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાશે.

ચાલો આપને બતાવીએ હસી તો ફસી ફિલ્મની તસવીરી ઝલક અને જોઇએ શું કહે છે પરિણીતી ચોપરા :

પરિણીતા મીતા તરીકે

પરિણીતા મીતા તરીકે

હસી તો ફસી ફિલ્મમાં પરિણીતી ચોપરાના પાત્રનું નામ મીતા છે.

સિદ્ધાર્થ નિખિલ તરીકે

સિદ્ધાર્થ નિખિલ તરીકે

ફિલ્મમાં પરિણીતી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હીરો તરીકે છે. સિદ્ધાર્થના પાત્રનું નામ નિખિલ ભારદ્વાજ છે.

વિનિલ દિગ્દર્શક

વિનિલ દિગ્દર્શક

હસી તો ફસી ફિલ્મનું દિગ્દર્શન વિનિલ મૅથ્યુએ કર્યું છે.

પરિણીતી પર ફિદા વિનિલ

પરિણીતી પર ફિદા વિનિલ

દિગ્દર્શક વિનિલ મૅથ્યુએ હસી તો ફસી ફિલ્મ માટે પરિણીતીના ખૂબ વખાણ કર્યાં છે.

મીતા તરીકે પરિણીતી પ્રથમ પસંદગી

મીતા તરીકે પરિણીતી પ્રથમ પસંદગી

મૅથ્યુએ જણાવ્યું - મીતાના પાત્ર માટે પરિણીતી ચોપરા મારી પ્રથમ પસંદગી હતી. માત્ર પરિણીતી જ આ પ્રકારના ચસકેલા અને ગાંડપણભર્યા પાત્રમાં પ્રાણ ફૂંકી શકતા હતાં.

મહેનતુ અભિનેત્રી

મહેનતુ અભિનેત્રી

મૅથ્યુએ જણાવ્યું - પરિણીતી એક મહેનતુ અભિનેત્રી છે અને ફિલ્મમાં તેમણે બહેતરીન કામ કર્યું છે.

વિચિત્ર વાર્તા

વિચિત્ર વાર્તા

હસી તો ફસી ફિલ્મ એક વિચિત્ર વાર્તા ધરાવે છે.

મંજન ખાતી-દારૂ પીતી પરિણીતી

મંજન ખાતી-દારૂ પીતી પરિણીતી

કહે છે કે હસી તો ફસી ફિલ્મમાં પરિણીતી ચોપરા એક ગાંડી વૈજ્ઞાનિકના રોલમાં છે કે જે મંજન ખાય છે, દારૂ પીવે છે અને તેને ગાંડપણના હુમલા પણ થાય છે.

ગીતો ટૉપ ટેનમાં

ગીતો ટૉપ ટેનમાં

હસી તો ફસી ફિલ્મના ગીતોએ ટૉપ ટેનમાં સ્થાન બનાવી લીધું છે.

બૉક્સ ઑફિસ ટેસ્ટ બાકી

બૉક્સ ઑફિસ ટેસ્ટ બાકી

જોકે હસી તો ફસી ફિલ્મનો બૉક્સ ઑફિસ ટેસ્ટ બાકી છે.

7મીએ રિલીઝ

7મીએ રિલીઝ

હસી તો ફસી ફિલ્મ આગામી 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. (મેંટલ મીતાને મળવા આગળ ચાલો...)

માણો હસી તો ફસીનો પ્રોમો

માણો હસી તો ફસીનો પ્રોમો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X