Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hasee Toh Phasee Acting Review : પરિણીતી નંબર વન!

મુંબઈ, 8 ફેબ્રુઆરી : પરિણીતી ચોપરાએ પોતાની પ્રથમ જ ફિલ્મ લૅડીઝ વર્સિસ રિકી બહેલમાં પોતાના નાનકડા પાત્રમાં એવો તો પ્રાણ ફૂંક્યો કે દિગ્દર્શકોની નજરો આટલા બધા ચહેરાઓ વચ્ચે પરિણીતી ઉપર ટકી ગઈ. પરિણીતી ચોપરાએ આ શાનદાર પ્રદર્શન બાદ પાછુ વળીને જોવાની જરૂર નહીં પડી અને સતત મોટા-મોટા પ્રોડક્શનની ફિલ્મોની ઑફરો તેમને મળતી થઈ.

ગઈકાલે પરિણીતી ચોપરાની હસી તો ફસી ફિલ્મ રિલીઝ થઈ છે. યશ રાજ બૅનરની આ ફિલ્મની વાર્તા ભલે દર્શકોમાં ખાસ પસંદ ન કરાઈ રહી હોય, પણ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ પરિણીતી ચોપરા બંને શ્રેષ્ઠ છે. પરિણીતીએ તો પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ દ્વારા સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. પરિણીતી સામે સિદ્ધાર્થ થોડાંક ફીકા પડી ગયાં છે, પણ બંનેએ મળી સારૂં કામ કર્યું છે.

હસી તો ફસી ફિલ્મનું નામ જેટલું વ્યંગ્યાત્મક છે, ફિલ્મમાં તેટલી કૉમેડી નથી, પણ કેટલાંક કૉમેડી સિક્વંસ બહુ સારા નંખાયાં છે. પરિણીતીને ફિલ્મમાં માસ્ટર માઇંડ ધરાવતી યુવતી તરીકે દર્શાવાઈ છે કે જે પોતાની જ દુનિયામાં રહે છે, પણ સિદ્ધાર્થને મળ્યા બાદ તે પોતાના જીવનમાં પહેલી વાર પ્રેમ અનુભવે છે અને બદલાવા લાગે છે. પરિણીતીએ પુરતો પ્રયત્ન કર્યો છે કે તેઓ પોતાની એક્ટિંગ વડે કંઇક એવી અસર નાંખે કે લોકો તેમના આ પાત્રને હંમેશ માટે યાદ રાખે.

સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પોતાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ થોડા વધુક મૅચ્યોર નજરે પડે છે. પહેલી ફિલ્મમાં સિદ્ધાર્થ સાચે જ કૉલેજ ગોઇંગ બૉય જ નજરે પડ્યા હતાં, પણ હસી તો ફસીમાં એક મૅચ્યોર અને સીરિયસ પાત્રમાં સિદ્ધાર્થ ઘણા સૂટ થયાં છે. દર્શકોને પરિણીતીની એક્ટિંગ ઉપરાંત સિદ્ધાર્થના ચહેરાની માસૂમિયત પણ બહુ ગમી છે.

પરિણીતી એક અસામાન્ય યુવતી

પરિણીતી એક અસામાન્ય યુવતી

હસી તો ફસીમાં પરિણીતી ચોપરા એક એવી યુવતીના રોલમાં છે કે જે સામાન્ય યુવતીની જેમ પોતાના જીવન અંગે નથી વિચારતી. પરિણીતી એક ખૂબ જ શાર્પ માઇંડેડ અને એક્ટિવ યુવતીના પાત્રમાં છે. આ પાત્ર માટે પરિણીતીએ ઘણી મહેનત કરી છે.

બહેતરીન કૉમેડી કરી પરિણીતીએ

બહેતરીન કૉમેડી કરી પરિણીતીએ

પરિણીતીએ સીરિયસ પાત્ર ભજવ્યું છે, પણ આમ છતાં સીરિયસ રહીને પણ તેમણે કમાલના કૉમેડી સીન્સ આપ્યાં છે. પોતે વગર હસ્યે પરિણીતીએ કૉમેડી સીન્સ વધુ ઇફેક્ટિવ બનાવી દીધાં છે.

સિદ્ધાર્થ બહેતર

સિદ્ધાર્થ બહેતર

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા એક મૅચ્યોર એક્ટરના પાત્રમાં છે. સિદ્ધાર્થ જોકે પરિણીતી સામે ફીકા પડ્યાં, પણ તેમણે પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે.

અદાનો નાનકડો રોલ અસરકારક

અદાનો નાનકડો રોલ અસરકારક

ઘણા વર્ષો પહેલા અદા શર્માએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષો બાદ હસી તો ફસી ફિલ્મમાં સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ અને પરિણીતીની બહેનના રોલમાં અદા દેખાયાં. જોકે અદાનો રોલ નાનકડો છે, પણ છતા અદાએ સારૂં પરફૉર્મ કર્યું છે.

બાકીના કલાકારો પણ શ્રેષ્ઠ

બાકીના કલાકારો પણ શ્રેષ્ઠ

પરિણીતી-સિદ્ધાર્થ ઉપરાંત હસી તો ફસીમાં બીજા અનેક જૂના-સીનિયર પાત્રો પણ છે અને સૌ કલાકારાઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X