Pics : શાહરુખ ભયમુક્ત, કામે પરત ભર્યાં, પણ કેટલાક ટેસ્ટ્સ બાકી
મુંબઈ, 24 જાન્યુઆરી : જેવું કે આપ સૌ જાણો છો કે ગુરુવારે મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતાં. તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી કે જેના માટે તેમને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. જોકે ઈજાઓ ગંભીર નહીં હોવાના પગલે શાહરુખને હૉસ્પિટલમાંથી તરત રજા આપી દેવાઈ. પોતાની ઈજા અંગે વાત કરતાં શાહરુખે જણાવ્યું કે તેમને હજી કેટલાંક વધુ ટેસ્ટ્સ કરાવવાનાં છે.
શાહરુખે ટ્વિટર પર ફૅન્સને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ટુંકમાં જ સ્વસ્થ થઈ જશે. શાહરુખે ટ્વીટ કર્યું - કેટલાંક ટેસ્ટ્સ કરાવવાનાં છે. ઇંશા અલ્લાહ બધુ ઠીક થઈ જશે. કદાચ કેટલાંક ઘા છે. તે બતાવવાના છે, કારણ કે તેઓ કહે છે કે ઈજાના કોઈ નિશાન નહીં રહેવા જોઇએ. આપને જણાવી દઇએ કે શાહરુખના ખભે સેટનો દરવાજો પડી ગયો હતો અને માથામાંથી થોડુક લોહી નિકળ્યુ હતું કે જેથી કિંગ ખાનને તરત નાણાવટી હૉસ્પિટલ લઈ જવાયા હતાં કે જ્યાં તેમની એમઆરઆઈ થઈ. તપાસમાં બધુ નૉર્મલ જ નિકળ્યું છે. તેથી જ તો શાહરુખ ખાન ઘરે જવાની જગ્યાએ ફરીથી શૂટિંગ સ્થળે પહોંચી ગયા હતાં.
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ફરાહ ખાન દિગ્દર્શિત કરી રહ્યાં છે, તો ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાનની કમ્પની રેડ ચિલીઝ કરી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની તથા સોનૂ સૂદ પણ છે. ફિલ્મ દીવાળીએ એટલે કે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
આવો આપને બતાવીએ નાણાવટી હૉસ્પિટલમાંથી બહાર નિકળતી વખતે કેવા જણાતા હતાં શાહરુખ ખાન :
શાહરુખ ભયમુક્ત
શૂટિંગ વખતે કિંગ ખાનને ઈજા તો થઈ, પણ તેઓ હવે સાજા છે. તેમની ઈજા સામાન્ય જણાઈ છે.
કેટલાંક ટેસ્ટ્સ બાકી
પોતાની ઈજા અંગે શાહરુખે જણાવ્યું કે હજુ કેટલાંક ટેસ્ટ્સ કરાવવાનાં છે. તેઓ જલ્દીથી સાજા થઈ જશે.
શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ-દીપિકાની જોડી ફરી આવી રહી છે.
મિત્રની ફિલ્મ
હૅપ્પી ન્યુ ઈયરના દિગ્દર્શક ફરાહ ખાન છે કે જે શાહરુખના મિત્ર છે.
દીવાળીએ રિલીઝ
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ દીવાળીએ એટલે કે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.