Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તમને શું લાગે છે સલમાન ભગવાન છે અને બિગ બોસ સ્વર્ગ છે?: તનુશ્રી દત્તા

તનુશ્રી અંગે એમ પણ કહેવાઈ રહ્યુ છે કે તે બિગ બોસમાં જવા માટે આ બધુ કરી રહી છે.

હાલમાં બોલિવુડથી લઈને સોશિયલ મીડિયામાં માશ્ર તનુશ્રી દત્તા અને નાના પાટેકરની ચર્ચાઓ જ ચાલી રહી છે. કોઈ તનુશ્રીના પક્ષમાં બોલી રહ્યુ છે તો કોઈ આ મામલે પૂરેપૂરુ સત્ય જાણ્યા વિના કંઈ પણ બોલવાનું ટાળી રહ્યુ છે. આવુ જ થયુ થોડા દિવસો પહેલા. જ્યારે તનુશ્રી વિવાદ પર સલમાનને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ હતુ કે આ વિશે હું કંઈ જાણતો નથી. મને પહેલા જાણવા, સમજવા દો કે શું થયુ છે. મને લાગે છે કે કાયદાની ટીમ આ બધુ સંભાળી લેશે. આટલુ જ નહિ તનુશ્રી અંગે એમ પણ કહેવાઈ રહ્યુ છે કે તે બિગ બોસમાં જવા માટે આ બધુ કરી રહી છે.

મારી બદનામી કરવામાં આવી રહી છે

મારી બદનામી કરવામાં આવી રહી છે

પરંતુ હવે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે આ બધાથી મારી બદનામી કરવામાં આવી રહી છે. એવુ કહીને કે હું બિગ બોસના ઘરનો હિસ્સો બનવા માટે આ બધુ કરી રહી છુ. તમને શું લાગે છે કે આ એક મહાન આકાંક્ષા છે. મને એવુ નથી લાગતુ. તમને શું લાગે છે કે સલમાન ખાન ભગવાન છે અને બિગ બોસ સ્વર્ગ છે. મને એવુ નથી લાગતુ. જો કે આ બધા ટીવી સ્ટાર સાથે પણ થઈ ચૂકી છે છેડતી. અહીં જુઓ આખુ લિસ્ટઃ

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

ધર્મશાલામાં કરિશ્મા શર્મા સાથે છેડતી થઈ હતી. તેણે કહ્યુ, ‘મારા બ્રેસ્ટને તે બધા ઘૂરી રહ્યા હતા.'

માહિકા શર્મા

માહિકા શર્મા

ટીવી અભિનેત્રી માહિકા શર્મા છેડતીનો શિકાર થઈ છે. પૂરી જગન્નાથ યાત્રા દરમિયાન અમુક યુવકોએ તેને ધક્કો મારી દીધો, અશ્ર્લીલ વાતો કહી અને થપ્પડ મારવાની કોશિશ કરી.

શ્રેનુ પારેખ

શ્રેનુ પારેખ

ઈશ્કબાજની અભિનેત્રી શ્રેનુ પારેખે બાળપણમાં થયેલ છેડતીનો ખુલાસો કર્યો. તેણે કહ્યુ કે બાળપણમાં નાના-નાની પાસે હું મારી રજાઓ ગાળવા જતી હતી. નાના મારા માટે સીટ માંગવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ પોતે કહ્યુ કે તે મને તેના ખોળામાં બેસાડી લેશે. ત્યારબાદ તેણે મને અયોગ્ય રીતે અડવાનું શરૂ કર્યુ.

ટીના દત્તા

ટીના દત્તા

ટીવી શો ઉતરન દ્વારા જાણીતી બનેલી અભિનેત્રી ટીના દત્તાએ એક ફ્લાઈટમાં પોતાની સાથે છેડતી થઈ હોવાનો ખુલાસો કર્યો છે.

આમ્રપાલી ગુપ્તા

આમ્રપાલી ગુપ્તા

ટીવી અભિનેત્રી આમ્રપાલી ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે તેના કો-પેસેન્જરે તેની સાથે છેડતી કરી હતી.

પદ્મા લક્ષ્મી

પદ્મા લક્ષ્મી

અમેરિકન મોડલ અને ટીવી પર્સનાલિટી પદ્મા લક્ષ્મીએ હાલમાં જ પોતાની સાથે બનેલો એક મોટો ખુલાસો કરતા કહ્યુ કે તે નાની ઉંમરમાં છેડતી અને શારીરિક રીતે શોષિત થઈ ચૂકી છે.

ઉપાસના સિંહ

ઉપાસના સિંહ

ઉપાસના સિંહને એક વાર રાતે અંધારામાં વિવેક નામના ટેક્સી ડ્રાઈવરે જાણી જોઈને ટેક્સીને સૂમસામ રસ્તા પર લઈ ગયો અને ગાડી રોકી દીધી. જેનાથી તે ડરી ગઈ. તે વખતે રાતના 10 વાગ્યા હતા. તેણે તરત જ પોલિસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલિસને સૂચના આપી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X