હૉટ ન્યુઝ : નીતૂ ચંદ્રા-રણદીપ હુડા વચ્ચે બ્રેક-અપ!

મુંબઈ, 11 એપ્રિલ : ફિલ્મી દુનિયામાં બે યુગલો વચ્ચે બ્રેક-અપ તથા પૅચ-અપની હંમેશા ચર્ચાઓ થતી જ રહે છે. બહુ ઓછો લોકો હોય છે કે જેમનો પ્રેમ મંઝિલે પહોંચે છે અનેક અનલકી સાબિત થાય છે. એવા જ અનલકી યુગલોમાં વધુ એક યુગલનો સમાવેશ થયો છે કે જેનું નામ છે નીતૂ ચંદ્રા તથા રણદીપ હુડા. બંને વચ્ચે લાંબાગાળાથી પ્રણય-લીલા રમાઈ રહી હતી.

Neetu-Randeep

કહેવાય તો એમ પણ છે કે રણદીપ હુડા અને નીતૂ ચંદ્રા બંને લિવ ઇન રિલેશનપમાં છે અને ટુંકમાં જ લગ્ન કરવા જઈ રહ્યાં છે, પરંતુ બંને પતિ-પત્ની બનતાં પહેલાં જ જુદાં પડી ગયાં છે.

નીતૂ ચંદ્રા તથા રણદીપ હુડા છુટા પડવાનું કારણ શું છે, તે તો કોઈ નથી જાણતું, પરંતુ કહે છે કે રણદીપના ઘરવાળાઓએ નીતૂને નકારી દીધાં છે કે જેના કારણે બંને જુદાં થઈ ગયાં છે.

હાલ તો બંને સ્ટાર્સ પોતાની રિલેશનશિપ અંગે કંઈ પણ ખુલીને કહેવા નથી માંગતાં અને પોતાના કામ ઉપર ધ્યાન આપવા માંગે છે. બંનેના લગ્નની ચર્ચાઓ હૉટ હતી અને એમ પણ કહેવાયું હતું કે બંનેએ ચુપચાપ લગ્ન કરી લીધાં છે. જોકે તેનું ખંડન કર્યુ હતું નીતૂ ચંદ્રાએ, પરંતુ એટલું જરૂર કહ્યુ હતું કે તેઓ રણદીપ હુડાની ખૂબ નજીક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X