Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pictures : મોરક્કો ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયું બૉલીવુડ

મુંબઈ, 5 નવેમ્બર : મોરક્કો ખાતે ભારતીય સિનેમાની શતાબ્દી પ્રસંગે યોજાયેલ ભવ્ય સમારંભમાં બિગ બી અમિતાભ બચ્ચન, કિંગ ખાન શાહરુખ ખાન, હૃતિક રોશન સહિત બૉલીવુડના અનેક કલાકારો શામેલ થયાં. આ પ્રસંગે શાહરુખને મોરક્કો સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યાં. આવું સન્માન પામી હર્ષિત થયેલ કિંગ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યાં અને એવા ઝૂમ્યાં કે લોકો પણ તેમની સાથે નાચવા લાગ્યાં.

મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નામે યોજાયેલ આ કાર્યક્રમમાં બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન ઉપરાંત જૂના જમાનાના અનેક કલાકારો તથા તબ્બુ અને શ્રીદેવી જેવી અભિનેત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારોએ ખૂબ ધૂમ મચાવી અને દર્શકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યાં. આ પ્રસંગે કાર્યક્રમના હોસ્ટે કિંગ ખાનને બૉલીવુડનો પર્યાય, અવતાર તથા સ્ટાર નામે સંબોધી સ્ટેજ ઉપર બોલાવ્યાં અને તેમનું સન્માન કર્યું. શાહરુખે પણ સન્માન પામ્યા બાદ મોરક્કોના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તથા ભારતને નમન કર્યું. પછી તો કિંગ ખાને અડધા કલાક સુધી સ્ટેજ પર એવી ધમાલ મચાવી કે જે જોઈ દરેકે દરેક આશ્ચર્યચકિત રહી ગયું.

શાહરુખે પોતાની જ ફિલ્મોના ગીતો પર ડાંસ કર્યો. પોતાની ફિલ્મોના ડાયલૉગ બોલ્યાં જેની પર તાળીઓનો અવાજ શમવાનું નામ નહોતી લેતી. મોરક્કો ખાતે આવેલ જમા અલ ફના ચોક હૉલમાં શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મ પણ દર્શાવાઈ. ફિલ્મ દીવાના સાથે ફિલ્મી પડદે પ્રવેશ કરનાર શાહરુખ ખાને અત્યાર સુધી લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે.

આવો આપને બતાવીએ મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનાર બૉલીવુડ હસ્તીઓની તસવીરો.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

હૃતિક રોશન, શાહરુખ ખાન અને તબ્બુએ મારાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

અમિતાભ બચ્ચન ફેસ્ટિવલમાં ઉપસ્થિત દર્શકોનું અભિવાદન કરતાં નજરે પડે છે.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

હૃતિક રોશન તેમના પત્ની સુઝાન રોશન સાથે ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતાં.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

અર્જુન રામપાલ તથા તેમના પત્ની મેહરે પણ ફેસ્ટિવલમાં હાજરી આપી શોભા વધારી હતી.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

બૉલીવુડની મુન્ની મલાઇકા અરોરા ખાને ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતાં.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્પયે પોતાના પત્ની કલ્કી સાથે ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

ઇંગ્લિશ વિંગ્લિશ સાથે બૉલીવુડમાં કમબૅક કરનાર અભિનેત્રી શ્રીદેવી હજુ પણ વિદેશી દર્શકોમાં આકર્ષણના કેન્દ્ર બની રહેલ છે.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

ફેસ્ટિવલમાં જૂના જમાનાના અભિનેત્રી શર્મિલા ટાગોર અને શ્રીદેવી સાથે શાહરુખ ખાન નજરે પડે છે.

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

મોરક્કોમાં છવાયું બૉલીવુડ

શાહરુખ ખાન, તબ્બુ, શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન ફેસ્ટિવલમાં એક સાથે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X