Pics : આમિર-ઐશને ક્યારેય સાથે જોયા છે?
મુંબઈ, 22 નવેમ્બર : બૉલીવુડના ચાર્મિંગ ખાન એટલે કે આમિર ખાનની ફિલ્મ તલાશ 30મી નવેમ્બરે રિલીઝ થવાની છે. રીમા કાગતીના દિગ્દર્શન વાળી આ ફિલ્મમાં આમિર એક પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે, તો રાણી મુખર્જી અને કરીના કપૂર પણ તેમની સાથે છે.
ફિલ્મના નિર્માતા પોતે આમિર ખાન છે, તો પટકથા રીમા અને જોયા અખ્તરે લખી છે. ફિલ્મ એક સસ્પેંસ થ્રિલર છે.
આજે અમે આપની સમક્ષ લઈને આવ્યાં છીએ આમિર ખાનની કેટલીક વણજોયેલી તસવીરો અને તે પણ બૉલીવુડની સૌથી સુંદર હીરોઇનોમાંની એક ઐશ્વર્યા રાય સાથે. આમિર અને ઐશ બાબતમાં વિશેષતા આ છે કે આ બંને કલાકારોએ આજ સુધી એકેય ફિલ્મમાં સાથે કામ નથી કર્યું. છતાં બંને સ્ટાર્સને લઈ ફિલ્મ બનાવવાના પ્રયત્નો થતા રહ્યાં. જોકે સફળતા ક્યારેય મળી નથી.
આપનામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે આમિર અને ઐશે ભલે ફિલ્મોમાં એક સાથે કામ ન કર્યું હોય, પરંતુ બંનેએ એક સાથે પેપ્સીની જાહેરાતમાં કામ કર્યું છે. વાત બહુ જૂની છે. 1993માં ઐશ્વર્યા રાય વિશ્વસુંદરી નહોતાં અને ફિલ્મોથી પણ ઘણાં દૂર હતાં. બીજી બાજુ આમિર પણ આ મુકામે પહોંચ્યા નહોતાં. તે વખતે કોઈએ વિચાર્યુ નહોતું કે ઐશ અને આમિર ભવિષ્યમાં એક આઇકૉન બની જશે.
આપ પણ જુઓ ઐશ-આમિરની તલાશ કરવામાં (શોધવામાં) આવેલ તસવીરો.

આમિર-ઐશ
આમિર ખાન અને ઐશ્વર્યા રાયની આ ખૂબ જૂની તસવીર છે. બંનેએ પેપ્સીની જાહેરાતમાં સાથે કામ કર્યુ હતું.

આમિર-ઐશ
આમિર-ઐશ ભેંટી પડતાં. બંને વચ્ચે સારી મૈત્રી છે.

આમિર-ઐશ
આમિર-ઐશ અંગે કાયમ એમ જ વિચારાયું કે બંને સાથે ફિલ્મો કરે, પરંતુ એવુ થઈ શક્યું નહિં.

આમિર-ઐશ
આમિર અને ઐશ બૉલીવુડના એવા એકમાત્ર બે સ્ટાર્સ છે કે જેમણે પેપ્સી અને કોક બંને માટે જાહેરાત કરી છે.

આમિર-ઐશ
પોતાના સમયે ઐશ-આમિરની જાહેરાત ઘણી સફળ રહી હતી. ઐશનું નામ એડમાં સંજના હતું.

આમિર-ઐશ
આજે ઐશ અને આમિર બંને પરીણિત છે અને મમ્મી-પપ્પા બની ચુક્યાં છે, પરંતુ આજે પણ લોકો બંનેને એક સાથે ફિલ્મી પડદે જોવા ઝંખે છે.












Click it and Unblock the Notifications
