વેબ સીરિઝમાં બોલ્ડ સિન્સ આપવા અંગે રિયા સેનનો ખુલાસો

Written By:
Subscribe to Oneindia News

ટીવી સિરિયલો બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવી શરૂઆત થઇ છે, વેબ સીરિઝની. બોલિવૂડ અને ટેલિવૂડ વર્લ્ડના અનેક પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સ પોતાની વેબ સીરિઝ લઇને આવ્યા છે. આ લિસ્ટમાં એક્તા કપૂરનું નામ પણ છે. એક્તા કપૂરની લેટેસ્ટ વેબ સીરિઝ 'રાગિની એમએમએસ રિટર્ન્સ'નો પ્રોમો થોડા સમય પહેલાં જ બહાર પાડવમાં આવ્યો હતો. આ સીરિઝમાં કરિશ્મા શર્મા અને રિયા સેન મહત્વપૂર્ણ રોલમાં છે.

બોલ્ડ સિન

બોલ્ડ સિન

થોડા સમય પહેલાં જ આ વેબ સીરિઝનો રિયા સેનનો એક બોલ્ડ સિન ખૂબ વાયરલ થયો હતો. આ સિનમાં રિયા સાથે ટીવી એક્ટર નિશાંત મલકાની જોવા મળે છે. બોલિવૂડ ફિલ્મોમાં અને બંગાળી ફિલ્મોમાં પણ રિયા અનેક વાર હોટ સિન આપી ચૂકી છે અને આને કારણે તે ખાસી ચર્ચામાં પણ રહે છે.

રિયાએ આ સિન કરવાની ના પાડી હતી?

રિયાએ આ સિન કરવાની ના પાડી હતી?

કેટલાક અહેવાલો અનુસાર, જ્યારે રિયાને પહેલા આ સિન અંગે જાણકારી મળી તો તેણે ડાયરેક્ટરને કહ્યું હતું કે, તે આ સિન કરવામાં કમ્ફર્ટેબલ નથી. એવી પણ ખબરો આવી હતી કે, એને કારણે જ વેબ સીરિઝના ડાયરેક્ટર સુયષ વધાવકરે એ સિનમાં થોડા સુધારા કર્યા હતા.

બિગ બોસમાં રિયા?

બિગ બોસમાં રિયા?

ખબરો એવી પણ છે કે, રિયા સેન બિગ બોસ 11માં જોવા મળી શકે છે. કલર્સ ચેનલ પર ટૂંક સમયમાં જ બિગ બોસ 11 શરૂ થવા જઇ રહ્યો છે, જે આ વખતે નેબર્સની સીરિઝ પર આધારિત છે. આ શોમાં રિયા સેન કન્ટેસ્ટંટ તરીકે જોવા મળશે એવી ખબરો ઉડી રહી છે.

પ્રેગનન્ટ છે રિયા સેન?

પ્રેગનન્ટ છે રિયા સેન?

રિયા સેન અને તેના બોયફ્રેન્ડ શિવમ તિવારીએ થોડા સમય પહેલાં ગુપચુપ લગ્ન કરી લીધાં હતા. ત્યારથી રિયા સેન પ્રેગનન્ટ હોવાની ખબરોએ જોર પકડ્યું છે. રિયા પ્રેગનન્ટ હોવાને કારણે જ તેમણે એક પ્રાઇવેટ સેરેમનીમાં માત્ર નજીકના ફેમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કર્યા હોવાની વાતો ફરતી થઇ છે.

રિયાએ કર્યો ખુલાસો

રિયાએ કર્યો ખુલાસો

રિયાએ પોતાના રિસન્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ ત્રણેય ખબરોને અફવાઓ ગણાવી ફંગોળી દીધી છે. રિયાએ પોતાના કેપ્શનમાં લખ્યું છે, "આ સિઝનમાં મેં મારા વિશે વાંચેલી ટોપ 3 અફવાઓ - 1 - મને ટીવી રિયાલિટી શો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે - 2 - હું પ્રેગનન્ટ છું - 3 - મેં વેબ સીરિઝ માટે બોલ્ડ સિન કરવાની ના પાડી કારણ કે હું મેરિડ છું. ખરેખર? #LookingLondonTalkingTokyo"

રિયા સેન, અફવાઓ અને વિવાદો

રિયા સેન, અફવાઓ અને વિવાદો

જો કે, આ પહેલી વાર નથી જ્યારે રિયા સેન આવી વાતોને કારણે ચર્ચામાં આવી હોય. આ પહેલા પણ અનેક વાર આવું થઇ ચૂક્યું છે. ઘણા વખત પહેલાં રિયા સેન અને તેના એક્સ-બોયફ્રેન્ડ અષ્મિત પટેલનો એમએમએસ વીડિયો વાયરલ થયો હતો, ત્યારે પણ ઘણો મોટો વિવાદ થયો હતો.

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સ

'રાગિની એમએમસ રિટર્ન્સ' વેબ સીરિઝ બે યુવતીઓની વાર્તા છે, જે સુમસામ કોલેજમાં બનેલ ડરામણી ઘટનાઓની સાક્ષી છે. બંને યુવતીઓ આખરે એક સ્કેન્ડ્યુલસ એમએમએસ સીડી સુધી પહોંચે છે, જે તેમને આ ઘટનાઓ પાછળનું રહસ્ય ઉકેલવામાં મદદ કરે છે.

English summary
Here’s what Riya Sen Has To Say about Ragini MMS Returns’ intimate scenes and TV reality show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.