રિવ્યૂ : હિમ્મતવાલાની ખબર નથી, પણ હિમ્મતવાલી હિટ !

મુંબઈ, 29 માર્ચ : સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળની હિમ્મતવાલા ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા દર્શકોને ભારી ગિર્દી ઉમટી પડી, પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોએ કોઈ ખાસ પ્રતિસાદો નથી આપ્યાં. હે બેબી અને હાઉસફુલની સફળતા બાદ સાજિદ ખાન પાસેથી સૌની અપેક્ષાઓ વધી ગઈ હતી, પરંતુ અફસોસ કે હિમ્મતવાલા દ્વારા સાજિદ ખાને સૌની આશાઓ પર પાણી ફેરવી નાંખ્યું છે.

himmatwala

ફિલ્મમાં અજય દેવગણ તથા તમન્ના ભાટિયાની જોડી જામે છે અને તમન્નાને જોયા બાદ લોકોનું કહેવું છે કે હિમ્મતવાલા હિટ થશે કે નહીં, તે તો કહી ન શકાય, પણ તમન્ના જરૂર હિટ છે. 1983માં 25મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી હિમ્મતવાલામાં શ્રીદેવી અને જિતેન્દ્ર હતાં અને આ જ ફિલ્મ પછી શ્રીદેવી હિટ થઈ ગયા હતાં. હવે તેની રીમેક જોયા બાદ લાગે છે કે શ્રીદેવીની જેમ તમન્ના માટે પણ આ ફિલ્મ બહુ લકી સાબિત થશે.

વાર્તા : હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણ અને તમન્ના ભાટિયા મુખ્ય રોલમાં છે. 1983માં કે. રાઘવેન્દ્રના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ હિમ્મતવાલાની આ રીમેક છે. મૂળ ફિલ્મમાં જિતેન્દ્ર તથા શ્રેદેવી હતાં. રીમેક હિમ્મતવાલાની વાર્તા એક ગરીબ મહિલાના પુત્રની આજુબાજુ ફરે છે. તેનો પિતા એક ગામમાં સ્કૂલ માસ્ટર છે. અજય દેવગણે ફિલ્મમાં જિતેન્દ્રની ભૂમિકા ભજવી છે, તો તમન્નાએ શ્રીદેવીની. અજય દેવગણ મોટા શહેરમાં રહે છે અને એક દિન પરત આવી પોતાના પિતાની હત્યાનો બદલો લે છે.

અભિનય : ફિલ્મમાં તમન્ના અને અજય બેહતરીન છે. તમન્નાએ તો સૌના દિલ જીતી લીધાં છે. તમન્ના ઉપર ફિલ્માવાયેલ નૈનોં મેં સપના, સપનોં મેં સજના... ગીતે તો કહેર વરસાવ્યો છે. ફિલ્મ અને ખાસકરીને તમનન્ના અંગે લોકોનો અભિપ્રાય સાંભળી એવું લાગે છે કે શ્રીદેવી માટે જેમ હિમ્મતવાલા લકી સિદ્ધ થઈ હતી. તેવી જ રીતે તમન્ના માટે પણ આ હિમ્મતવાલા લકી સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X