VIDEO:તાપસી પન્નુની 'કંચના 3' નો જાદૂ, 48 કલાકમાં જ નંબર 1 ટ્રેન્ડ પર

હાલમાં જ યુટ્યુબ પર રિલીઝ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ કંચના-2 ઈન્ટરનેટ પર ખૂબ ધમાલ મચાવી રહી છે.

હાલમાં જ યુટ્યુબ પર રિલીઝ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ કંચના-2 ઈન્ટરનેટ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. ફિલ્મને રિલીઝ થયે હજુ એટલો સમય પણ નથી થયો કે એ પહેલા જ તે હિટ ઘોષિત થઈ ચૂકી છે. ફિલ્મનો ક્રેઝ લોકો પર એવો સવાર થયો છે કે બે દિવસમાં જ યુટ્યુબ પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. વળી, આને લાખો લોકો જોઈ ચૂક્યા છે. કંચના ફિલ્મની આ પહેલા રિલીઝ બંને ભાગો પણ યુટ્યુબ પર સુપરહિટ રહ્યા હતા.

48 કલાકમાં પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહી છે કંચના-3

48 કલાકમાં પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહી છે કંચના-3

ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને હાલમાં જ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે અને 48 કલાકમાં જ તે ટ્રેન્ડમાં નંબર એક પર પહોંચી ગઈ છે. ફિલ્મમાં મુખ્ ભૂમિકા નિભાવી રહેલ તાપસી પન્નુ ભૂતના રોલમાં છે. ફિલ્મ એક એનઆરઆઈ કેરેક્ટરની વાર્તા છે જે પોતાનુ ઘર વેચવા ઈચ્છે છે. આ ઘરમાં ભૂતિયા પરિવાર રહેતો હતો એટલા માટે કોઈ તેને ખરીદવા ઈચ્છતુ નથી.

એક એનઆરઆઈની કહાની છે કંચના-3

એક એનઆરઆઈની કહાની છે કંચના-3

એટલા માટે તે એનઆરઆઈ ભૂતિયા હોવાની વાતને જૂઠી પાડવા માટે તેણે ચાર લોકો સાથે ત્યાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો. આ એક રાતમાં ઘરમાં કેટલીક એવી ઘટનાઓ બને છે જે તેણે ક્યારેય વિચારી નહોતી. આ હોરર કોમેડી ફિલ્મમાં તાપસી પન્નુ, શ્રીનિવાસ રેડ્ડી, વેન્નેલા કિશોર અને રાજીવ કાનકલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન માગી વી રાઘવે કર્યુ છે અને સંગીત કે એ આપ્યુ છે.

88 લાખથી વધુ વ્યૂઝ

88 લાખથી વધુ વ્યૂઝ

ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને સમાચાર લખવા સુધીમાં 88 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા. ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. યુટ્યુબ પર દર્શક તાપસીની એક્ટિંગ અને સ્ક્રિપ્ટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જુઓ આ ફિલ્મ -

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X