આ 6 હોટ બોલિવૂડ એક્ટ્રેસિસનું કરિયર છે જોખમમાં...

Written By:
Subscribe to Oneindia News

હોટ અને સક્સેસફુલ મોડેલ્સ હંમેશા વધુ નામ કમાવવા માટે બોલિવૂડનો રસ્તો પકડે છે, કેટલીક મોડેલ્સ એમાં સફળ થાય છે. તો કેટલીક માત્ર એક-બે ફિલ્મો અને આઇટમ સોંગ્સ કરીને રહી જાય છે. ઘણી મોડેલ્સ ખૂબ સરળતાથી એક્ટિંગ સ્કિલ્સ ડેવલપ કરી લે છે, જે આ નથી કરી શકતી તે માત્ર એક રૂપાળો ચહેરો બનીને રહી જાય છે.

આવી મોડલ કમ એક્ટ્રેસ પોતાના સ્ટાયલિશ આઉટફિટ્સને કારણે થોડો સમય ચર્ચામાં રહે છે અને પછી ખોવાઇ જાય છે. આજે બોલિવૂડની એવી જ કેટલીક મોડેલ્સ કમ એક્ટ્રેસિસ અંગે જાણકારી મેળવીશું.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

રોકસ્ટારમાં રણબીર કપૂર સાથે નરગિસનું ડ્રીમ ડેબ્યૂ થયું, આ ફિલ્મમાં તેના વખાણ પણ થયા પરંતુ આ સિવાય તે કોઇ હિટ ફિલ્મ નથી આપી શકી. નરગિસ સુંદર છે, હોટ છે પરંતુ તે ના તો હજુ સુધી ડાન્સિંગ સ્કિલ ડેવલપ કરી શકી છે અને ના તો એક્ટિંગ સ્કિલ.

લિઝા હેડન

લિઝા હેડન

લિઝા ક્વીન ફિલ્મના તેના સપોર્ટિંગ એક્ટ્રેસના રોલથી જાણીતી થઇ. તે ખૂબ જ સક્સેસફુલ મોડલ છે અને બોલિવૂડમાં પણ માત્ર રૂપાળા ચહેરા અને ગ્લેમર માટે જ તેને ફિલ્મમાં લેવામાં આવી રહી છે. તે હજુ સુધી એક્ટ્રેસ તરીકે પોતાનું સ્થાન નથી બનાવી શકી.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન લિઝા અને નરગિસ કરતાં ઘણી વધારે ફેમસ છે, તેને બોલિવૂડ ફિલ્મો પણ મળી રહી છે, પરંતુ તેણે કોઇ બોલિવૂડ ફિલ્મમાં પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડી નથી. જેકલિનની ફિલ્મો તેના કારણે નહીં, પરંતુ અક્ષય, રિતેશ અને સલમાન જેવા હીરોને કારણે હિટ જાય છે.

લિઝા રે

લિઝા રે

લિઝા રે ઇન્ડિયાની ટોપ મોડેલ્સમાંની એક હતી, જ્યારે તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. તેની પ્રથમ ફિલ્મ કસૂર હિટ ગઇ હતી, આ ફિલ્મમાં તેની સાથે આફતાબ શિવદાસીની જોવા મળ્યો હતો. આ ફિલ્મ બાદ લિઝા કોઇ નોંધપાત્ર ફિલ્મમાં જોવા ન મળી.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

બોલિવૂડમાં પોતાનો પગ જમાવવા માટે જો કોઇ સૌથી વધુ મહેનત કરી રહ્યું હોય તો તે ઉર્વશી રૌતેલા છે. સલમાન, રણબીરથી માંડીને કરણ જોહર સુધી તે સૌને મસકા મારી ચૂકી છે, પરંતુ હજુ સુધી સફળ નથી થઇ. તે સુંદર છે, હોટ છે, સરસ ડાન્સર છે, પરંતુ તેણે પોતાની એક્ટિંગ સ્કિલ પર ધ્યાન આપવાની જરૂર છે. તો કદાચ તેણે લોકોને મસકા મારવાની પણ જરૂર નહીં પડે.

ડાયના પેન્ટિ

ડાયના પેન્ટિ

સૈફ અને દીપિકાની ફિલ્મથી ડેબ્યૂ કરનાર ડાયના પેન્ટિ સૌને યાદ જ હશે. કોકટેલ બાદ તેણે લાંબા બ્રેક બાદ હેપ્પી ભાગ જાયેગી ફિલ્મ કરી, ફિલ્મ ખાસ ચાલી નહીં પરંતુ ડાયનાના લોકોએ વખાણ કર્યા અને વખાણ કરીને કદાચ લોકો ભૂલી ગયા. આ ફિલ્મ બાદ ફરી એકવાર તે બોલિવૂડમાંથી ગાયબ થઇ ગઇ છે.

English summary
Hot models who turned towards Bollywood and could not make it big.
Please Wait while comments are loading...