Pics : સલમાન ખાન સૌથી ફિટ એક્ટર, હૃતિકને આપી માત!

મુંબઈ, 25 એપ્રિલ : ભલે આ વર્ષના આરંભે રિલીઝ થયેલ સલમાન ખાનની ફિલ્મ જય હો બૉક્સ ઑફિસે કોઈ કમાલ ન કરી શકી હોય, પરંતુ લોકોના દિલોમાં સલમાન ખાન માટે જે પ્રેમ છે, તે ઓછો નથી થયો. આજે પણ સૌથી વધુ લોકો સલમાન ખાનના ફૅન્સ છે અને આ ફૅન્સ તેમની ફિટનેસની દાદ આપતા થાકતાં નથી.

આપને જાણીને આશ્ચર્ય થશે કે બૉલીવુડ દબંગ સલમાન ખાને ભારતના સૌથી ફિટ અભિનેતાની પસંદગી માટે થયેલ એક ઑનલાઇન સર્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત ક્યું છે. સલમાનને 43.36 ટકા વોટ મળ્યાં, જ્યારે હૃતિક રોશનને 42.81 ટકા વોટ હાસલ થયાં. સલમાને આ ખિતાબ હૃતિક રોશન તેમજ અર્જુન રામપાલ જેવા ડૅશિંગ કલાકારોને પછાડીને હાસલ કર્યો છે. આ સર્વે આરોગ્ય અને કલ્યાણ વેબસાઇટ ધ હૅલ્થસાઇટ.કૉમ દ્વારા કરાવવામાં આવ્યુ હતું.

ચાલો તસવીરો સાથે જોઇએ દેશના ટૉપ 5 ફિટ અભિનેતાઓ :

સલમાન સૌથી ફિટ

સલમાન સૌથી ફિટ

હૅલ્થસાઇટ.કૉમ વેબસાઇટ દ્વારા કરાવવામાં આવેલા ઑનલાઇન સર્વેમાં 30 હજાર લોકોએ વોટ કર્યાં કે જેમાં સલમાન ખાન 43.36 ટકા વોટ હાસલ કરી પ્રથમ સ્થાને રહ્યાં.

હૃતિકને માત આપતાં સલમાન

હૃતિકને માત આપતાં સલમાન

આ સર્વેમાં સલમાન ખાને હૃતિક રોશનને માત આપી પહેલું સ્થાન હાસલ કર્યું છે. હૃતિક રોશન 42.81 ટકા વોટ સાથે બીજા સ્થાને રહ્યાં છે.

વિદ્યુતની એન્ટ્રી

વિદ્યુતની એન્ટ્રી

આ ઑનલાઇન સર્વેમાં કમાંડો ફૅમ નવા અભિનેતા વિદ્યુત જામવાલની એન્ટ્રી થઈ છે. વિદ્યુતે 3.35 ટકા વોટ હાસલ કરી ત્રીજું સ્થાન હાસલ કરવામાં સફળતા મેળવી છે.

અર્જુન ચોથા નંબરે

અર્જુન ચોથા નંબરે

અર્જુન રામપાલે આ સર્વેમાં 1.92 ટકા મત હાસલ કરી ચોથું સ્થાન હાસલ કર્યું છે.

શાહિદને પાંચમું સ્થાન

શાહિદને પાંચમું સ્થાન

તાજેતરના સમયમાં સારી ફિલ્મો આપનાર શાહિદ કપૂર આ સર્વેમાં 1.71 ટકા મત હાસલ કરી પાંચમું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X