રૂપેશ પૉલને અંતે મળ્યો ખરો કામસૂત્ર બૉય
મુંબઈ, 25 મે : અંતે રૂપેશ પૉલને પોતાની ફિલ્મ કામસૂત્ર 3ડી માટે કામસૂત્ર બૉય મળ્યો ખરો. શર્લિન ચોપરાની આ બહુચર્ચિત ફિલ્મ માટે નિર્માતા-દિગ્દર્શક રૂપેશ પૉલની હીરોની શો ખતમ થઈ ગઈ છે. કામસૂત્ર 3ડીના હીરો હશે મૉડેલ કમ એક્ટર મલખાન.

રૂપેશ પૉલે આ માહિતી આપી. મલખાનના વખાણ કરતાં રૂપેશ પૉલે જણાવ્યું - શર્લિનની ઑપોઝિટ કામ કરવા માટે હિમ્મત જોઇએ કે જે મલ ખાનમાં છે. શર્લિન વાળો રોલ તો કોઈ પણ કરી લે, પણ તેમનીવિરુદ્ધ રોલ કરવો સૌના વશની વાત નથી.
નોંધનીય છે કે રૂપેશ પૉલ તથા શર્લિન ચોપરા કામસૂત્ર 3ડી ફિલ્મના પ્રમોશન માટે હાલ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં હાજર છે. ફિલ્મના પ્રમોશન માટે શર્લિન એડી-ચોટીનો જોર લગાવી રહ્યાં છે. ફિલ્મમાં શર્લિન ચોપરા ઉપરાંત સુદેશ બેરી, સલીમ કુમાર, મકરંદ પાન્ડે અને જૅકી શ્રૉફ જેવા કલાકારો પણ છે.












Click it and Unblock the Notifications
