
હોટ સની લિયોન વાયરલ વીડિયોમાં ભોજપુરી બોલતી જોવા મળી
બોલિવૂડની હોટ બ્યુટી સની લિયોન આજકાલ રિયાલિટી શૉ 'સ્પ્લિટ્સવિલા સીઝન 12' હોસ્ટ કરતી જોવા મળી રહી છે. લોકો તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં સની લિયોનનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હિન્દી અને અંગ્રેજી નહીં પરંતુ ભોજપુરી બોલતી જોવા મળી રહી છે. આ વીડિયોને સની લિયોને જાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ પણ જુઓ: બિગ બોસ સ્ટારની બિકીની ફોટોમાં બધું જ દેખાયું, એકલામાં જુઓ

સની લિયોન વીડિયોમાં ભોજપુરી બોલી રહી છે
વીડિયોમાં સની લિયોન કહી રહી છે કે, 'અરે તેરી તો, ઓય કા બે, કામ કર, મુજે છોડ.' આવું કહેતા સની ખુબ જ ક્યૂટ લાગી રહી છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે સની ઓફિસમાં છે અને પોતાનો સામાન પેક કરીને ઘરે જવાના મૂડમાં છે. ત્યારે જ તેને લાગ્યું કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે, જેના પર તે ભોજપુરી ભાષામાં રિએક્શન આપે છે.
|
ફિલ્મ કોકા-કોલા
સની લિયોને આ વીડિયો શેર કરતા કેપશન આપ્યું છે કે, 'જયારે તમે પુરી રીતે તમારા રોલમાં હોવ'. સનીના વીડિયો અને તેના આ અંદાઝને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. હાલમાં સની લિયોન ફિલ્મ 'કોકા-કોલા' નું શૂટિંગ કરી રહી છે. તેને ભોજપુરી બોલવાનું છે, જેને કારણે સની લિયોન હાલમાં ભોજપુરી બોલવાની પ્રેક્ટિસ કરી રહી છે.

સની લિયોને સપના ચૌધરીના ગીત પર ઠુમકા લગાવ્યા હતા
આ પહેલા પણ સની લિયોનનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ઘણો ફેમસ થયો હતો, જેમાં તે સપના ચૌધરીના ગીત પર ઠુમકા લગાવતી જોવા મળી હતી. સની લિયોને સપના ચૌધરીના સોન્ગ 'તેરી આંખ્ય કા યો કાજલ' ગીત પર એવો નાગિન ડાન્સ કર્યો હતો કે તેને જોઈને બધા જ હેરાન થયા હતા.

ઇન્ટરનેટની સનસની છે સની લિયોન
આજે સની લિયોન ભારતની લોકપ્રિય હસ્તીમાં ગણાય છે. તે એવા લોકોની લિસ્ટમાં શામિલ છે જેમના વિશે લોકો ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરે છે. વર્ષ 2018 દરમિયાન સૌથી વધારે લોકોએ ગૂગલ પર સની લિયોન વિશે સર્ચ કર્યું હતું. આપને જાણીને હેરાની થશે તે તેના પછી સલમાન ખાન અને પ્રધાનમંત્રી મોદીનો નંબર હતો.