સન્ની લિયોનની અદાઓ પર મન મુકીને નાચી દિલ્હી

દિલ્હી, 1 જાન્યુઆરી : ભલે દિલ્હીમાં શીત લહેરે લોકોનું જીવન મુશ્કેલીમાં મુકી દીધું હોય અને ગૅંગ રેપના આક્રોશે દિલ્હી સરકાર તથા સંસદને હચમચાવી મુક્યુ હોય, પરંતુ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલોમાં નવા વર્ષનું સ્વાગત તથા જશ્ન એવી જ રીતે યોજાયાં કે જેવી અપેક્ષા હતી એટલે કે ધૂમધામ સાથે. આ વખતે ફાઇવ સ્ટાર હોટેલોંમાં લોકોએ પોર્ન સ્ટાર સન્ની લિયોન સાથે મન મુકીને ઠુમકાં લગાવ્યાં.

Sunny Leone

આ વાતનો ખુલાસો પોર્ન સ્ટારે પોતે કર્યો છે. તેમણે જણાવ્યું કે પાટનગરની લલિત હોટેલમાં જ્યારે લગભગ 2000 લોકો સામે તેમણે પરફૉર્મ કર્યું, તો તેમને બહુ સારૂં લાગ્યું. સન્ની લિયોને જણાવ્યું કે તેમને આ પ્રકારના રિએક્શનની આશા નહોતી. સન્ની લિયોનની આ વાતને તેમના પતિ ડેનિયલ વીબરે પણ સમર્થન આપ્યું છે. સન્નીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બૉલીવુડના હૉટ આયટમ સૉંગ પર મન મુકીને ઠુમકાં લગાવ્યાં કે જેનો ભરપૂર આનંદ દિલ્હીવાસીઓએ લુંટ્યો. સન્નીએ જણાવ્યું કે હવે તેમને સમજાઈ ગયું કે લોકો દિલ્હીને દિલવાળાઓની નગરી કેમ કહે છે? તેમને અહીં આવી ખૂબ સારૂં લાગ્યું.

આપને જણાવી દઇએ કે સન્નીએ ફાઇવ સ્ટાર હોટેલમાં ડાંસ કરવા માટે કરોડો રુપિયા લીધા હતાં. એવાં સમાચાર પણ આવ્યા હતાં કે ગૅંગ રેપના બનાવના પગલે દિલ્હીમાં કોઈ જશ્ન નહીં યોજાય, પરંતુ ભલે માર્ગો સુમસામ ભાસતા હતાં, પરંતુ હોટેલોની બુકિંગ ઉપર તેની કોઈ અસર દેખાતી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X