Hot તામિળ અભિનેત્રીઓ અને તેમના Catchy Tattoos!
મુંબઈ, 19 સપ્ટેમ્બર : તાજેતરના વર્ષોમાં ટૅટૂ ફૅશનનો એક મોટો ભાગ બની ગયો છે અને સેલિબ્રિટીઓ તો ટૅટૂ કોતરાવ્યા બાદ તેને પ્રદર્શિત કરવાની કોઈ તક ચૂકતી નથી. સેલિબ્રિટીઓ આ શાહી વડે પોતાની અંદરની લાગણીઓ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે.
ઘણી સેલિબ્રિટીઓ ટૅટૂ શાહીનો ઉપયોગ પોતાના પ્રેમી પ્રત્યેની લાગણીઓ અને પ્રેમ દર્શાવવા કરે છે. માત્ર પ્રેમીઓ કે પ્રેમિકાઓ જ નહીં, પણ સેલિબ્રિટીઓ પોતાના માતા-પિતા, ભાઈ કે મિત્રો પ્રત્યે પણ પ્રેમની લાગણી વ્યક્ત કરવા ટૅટૂનો ઉપયોગ કરતી હોય છે.
બૉલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓની જેમ જ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છેલ્લા કેટલાક વખતથી ટૅટૂનું ચલણ વધ્યું છે. હૉલીવુડ પછી બૉલીવુડ અને બૉલીવુડ પછી સાઉથની તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ જેમ કે કૉલીવુડ, ટૉલીવુડ, સૅંડલવુડ, મૉલીવુડમાં સેલિબ્રિટીઓ ટૅટૂ કોતરાવી પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નથી ખચકાતી.
ચાલો આપને બતાવીએ તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ સેલિબ્રિટીઓના ટૅટૂ :

મંદિરા બેદી
મનમદન ફૅમ મંદિરા બેદીએ એક ફોટોશૂટ દરમિયાન આ રીતે ટૅટૂ શો કરતાં વિવાદ ઊભો થઈ ગયો છે. તેમની નાભિએ બુદ્ધિસ્ટ સિમ્બૉલે ખાસ ધર્મના લોકોની લાગણીઓ દુભાવી હતી. મંદિરાએ પીઠે ઓમકારનું ટૅટૂ કોતરાવી હિન્દુઓની લાગણી પણ દુભાવી હતી.

તાપસી પન્નૂ
તાપસી પન્નૂએ ડાબા પગે ટૅટૂ કોતરાવી સ્ટાઇલ સ્ટેટમેંટ બનાવ્યુ હતું. તાપસીના જણાવ્યા મુજબ આ ટૅટૂ ઉડતા મન, વિશ્વાસ અને ઔરાને દર્શાવે છે. તાપસીની પીઠે પણ ટૅટૂ છે કે જે વિઝિબલ નથી, પરંતુ તેમણે આ આ ટૅટૂ એક ફિલ્મમાં પ્રદર્શિત કર્યુ હતું.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણેએ પોતાની પીઠે આરકે નામનું ટૅટૂ કોતરાવ્યુ હતું. કહે છે કે આરકેનો મતલબ રણબીર કપૂર થતો હતો કે જેઓ તે વખતે તેમના પ્રેમી હતાં.

શ્રુતિ હસન
શ્રુતિ હસન ગર્વ સાથે ટૅટૂ દર્શાવતા નજરે પડે છે. આ ટૅટૂ તામિળમાં લખેલું છે.

ત્રિશા કૃષ્ણન
તામિળ અભિનેત્રી ત્રિશા કૃષ્ણને પોતાની છાતીએ નેમોનુ ટૅટૂ કોતરાવ્યુ હતું.

ઍમી જૅક્સન
બ્રિટિશ અભિનેત્રી ઍમી જૅક્સને પોતાના હાથે પોતાના બૉયફ્રેન્ડ પ્રતીક બબ્બરનું ટૅટૂ કોતરાવ્યુ હતું.

નયનતારા
નયનતારાએ બિલ્લા 2 ફિલ્મ માટે પોતાની પીટે વીંછીનું ટૅટૂ કોતરાવ્યુ હતું. તે ટેમ્પરરી હતું, પરંતુ નયનતારાએ પ્રભુ દેવા સાથેની રિલેશનશિપ દરમિયાન પોતાની જમણી બાજુએ ટૅટૂ કોતરાવ્યુ હતું. જોકે હવે નયનતારા-પ્રભુ દેવા વચ્ચે બ્રેક-અપ થઈ ચુક્યું છે.

પ્રિયમણિ
પ્રિયમણિએ એક ફિલ્મ માટે છાતી ઉપર ટેમ્પરરી ટૅટૂ કોતરાવ્યુ હતું. તેમણે રીયલ લાઇફમાં થાઈલૅંડ ખાતે પોતાના હાથે ડૅડી'સ ગર્લ નામે ટૅટૂ કોતરાવ્યું છે.

નમિતા
ચેન્નઈમાં એક ફિલ્મી ઇવેંટ દરમિયાન ટૅટૂ દર્શાવતાં નમિતા. એક જ્યોતિષની સલાહે નમિતાએ પોતાની પીઠે 27 સ્ટાર કોતરાવ્યા હતાં.

સિમરન
સિમરને પોતાની છાતીએ બટરફ્લાય ટૅટૂ કોતરાવ્યુ છે. નોંધનીય છે કે ત્રિશાએ પણ આ જ જગ્યાએ ટૅટૂ કોતરાવ્યું છે.

અર્ચના
અર્ચના ઉર્ફે વેદ શાસ્ત્રીએ એક ફિલ્મ માટે કેટલાક ટેમ્પરરી ટૅટૂ કોતરાવ્યા હતાં.

રીમા સેન
રીમા સેને પોતાના પેટે ઈગલનું ટૅટૂ કોતરાવ્યુ હતું.

મુમૈથ ખાન
નાભિની જમણી તરફ ટૅટૂ કોતરાવી વધુ દેખાતાં મુમૈથ ખાન.

અસીન
ફિલ્મો માટે અસીને ડાબી બાજુએ ટૅટૂ કોતરાવ્યુ હતું.

ભાવના
ભાવનાએ પણ ફિલ્મ માટે કંઇક આ રીતે ઓમકારનું ટૅટૂ કોતરાવ્યુ હતું.

સ્નેહા
સ્નેહાએ ફિલ્મ માટે જમણી બાજુ પર ટૅટૂ કોતરાવ્યુ હતું.

મમતા મોહનદાસ
મમતા મોહનદાસે બાજુ, હથેળી અને ગળાના ભાગે ટૅટૂ કોતરાવ્યા હતાં. તેઓ ભગવાન ગણેશમાં શ્રદ્ધા ધરાવે છે અને સંગીતને પ્રેમ કરે છે. મૉલીવુડ અભિનેત્રીએ જમણા ખભે ટ્રેબલ તથા બ્લાસ ક્લેફનું ચિહ્ન કોતરાવ્યું છે. તેમની ગરદને જાપાનીઝ ફૉંટનું ટૅટૂ પણ છે.

ચાર્મી કૌર
ચાર્મી કૌરે એક તેલુગુ ફિલ્મ માટે ડ્રૅગનનું ટૅટૂ કોતરાવ્યુ હતું.

શ્રિયા સરન
શ્રિયા સરને એક ફિલ્મના ગીત દરમિયાન કેટલાક ટૅમ્પરરી ટૅટૂ કોતરાવ્યા હતાં.

રોજા
જૂના અભિનેત્રી રોજાએ પણ છાતીએ ટૅટૂ કોતરાવ્યુ હતું.

ખુશબૂ
ખુશબૂ માટે ટૅટૂ પ્રેમ વ્યક્ત કરવાની બાબત છે. તેમના ખભે ટૅટૂ જોઈ શકાય છે.

ઇલિયાના
ઇલિયાનાએ પોતાના પેટે ઇંસ્પીરૅર ટૅટૂ કોતરાવ્યુ હતું. આ એક લૅટિન શબ્દ છે કે જેનો મતલબ છે શ્વાસ લેવો.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલે પણ અનેક ફિલ્મો દરમિયાન શરીરના ઘણા ભાગોએ ટૅટૂ કોતરાવ્યા છે.

તમન્ના ભાટિયા
એક ફિલ્મ માટે જમણી બાજુએ કોતરાવેલું ટૅટૂ દર્શાવતાં તમન્ના ભાટિયા.

બિકિનીમાં બેયોંસ
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત









Click it and Unblock the Notifications
