મુંબઈ, 14 ઑક્ટોબર : આસમાનની પરી સાચે જ જમીન પર આવી ગઈ. હા જી, જ્યારે ભવ્ય દિવા નરગિસ ફખરી ટાઇટન રાગા કલેક્શનના લૉન્ચિંગ પ્રસંગે પહોંચ્યાં, ત્યારે કંઇક આવુ જ લાગ્યું.
અમેરિકન મૉડેલમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા નરગિસ ફખરી આ ઇવેંટમાં દેસી અવતારમાં પહોંચ્યા હતાં. તેઓ લવલી બ્લૅક સાડીમાં દેખાયા હતાં. નરગિસે ઇવેંટ પ્રમાણે પોતાના લુકને ઢાળ્યો હતો. તેમણે ટાઇટનના કેટલાક જડબેસલાક કલેક્શન્સ લૉન્ચ કર્યા હતાં.
નરગિસે પોતાના દેસી અવતાર સાથે ટાઇટનની અનેક ઘડિયાળો શોકેસ કરી હતી. નરગિસ ફખરી છેલ્લે સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ અભિનીત કિક ફિલ્મમાં આયટમ સૉંગ કરતા દેખાયા હતાં.
નરગિસ ફખરીએ મોટી ઈયરિંગ પહેરી રાખી હતી. તેઓ હાઈલી સ્વેપ્ટ હૅડ્રો અને સુંદર સ્મિત સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. ગાર્ડન ઑફ ઈડન કલેક્શનનું અનાવરણ કરતા નરગિસે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતું કે તેઓ ટાઇટન સાથે જોડાઈ તેઓ ખુશ છે.
નરગિસે જણાવ્યુ હતું - ગાર્ડન ઑફ ઈડન કલેક્શનના લૉન્ચિંગ માટે બોલાવવા બદલ આભાર. મારા માટે આ સ્વાભાવિક રીતે ભવ્ય છે. આ પ્રકૃતિથી પ્રેરિત છે; તેમાં વનસ્પતિ અને જીવો સાથે જોડાયેલી ડિઝાઇન્સ છે. હું જે પહેરુ છું, તે છે ડ્રૅગન ફ્લાય વૉચ.