Pics : એડને Hot બનાવતી બૉલીવુડ અભિનેત્રીઓ!

મુંબઈ, 6 જૂન : એક સમય હતો કે જ્યારે મોટા પડદે દેખાતા કલાકારો નાના પડદે આવતા છોછ અનુભવતા હતાં. અમિતાભ બચ્ચનનો જ્યારે પીક-ટાઇમ હતો, ત્યારે તેમની ફિલ્મો પણ ક્યારેય નાના પડદે જોવા મળતી નહોતી, તો પછી જાહેરખબરની તો વાત જ ક્યાં રહી.

અમિતાભ બચ્ચન ઉપરાંત પણ અનેક કલાકારો એવા હતાં કે જેમની ફિલ્મો ટેલીવિઝન ઉપર પ્રસારિત નહોતી થતી. જોકે એ સમયે નાના પડદાના નામે એકમાત્ર દૂરદર્શન જ હતું, પરંતુ જેમ-જેમ નાના પડદાનો ચૅનલો દ્વારા વ્યાપ વધતો ગયો, તેમ-તેમ મોટા પડદાના કલાકારો પણ તેની તરફ આકર્ષાવા લાગ્યાં.

દાયકા-બે દાયકા અગાઉ સુધી ટેલીવિઝન ઉપર દર્શાવાતી જાહેરખબરોમાં મોટાભાગે મૉડેલ્સ જ આવતા હતાં, પરંતુ સમય બદલાયો અને બૉલીવુડ કલાકારો પણ ધીમે-ધીમે જાહેરખબરોમાં દેખાવા લાગ્યાં. તેમાં પણ કમ્પનીઓએ પોતાની જાહેરખબર માટે અભિનેત્રીઓને ખાસ પસંદગી બનાવી. એટલે જ તો મોટાભાગની જાહેરખબરોમાં અભિનેત્રીઓને જ લેવામાં આવે છે, કારણ કે અભિનેત્રીઓ પાસે અભિનય ઉપરાંત હૉટનેસ પણ જમાપાસુ છે.

ચાલો તસવીરોમાં બતાવીએ બૉલીવુડ અભિનેત્રીઓનો નાના પડદે હૉટેસ્ટ અવતાર :

સન્ની લિયોન

સન્ની લિયોન

એક સમાચાર પત્રના રિપોર્ટ મુજબ સન્ની લિયોનની મૅનફોર્સ એડવર્ટાઇઝમેંટ દ્વારા મૅનકાઇન્ડ ફાર્મા કમ્પની 3000 કરોડ રુપિયાની કમાણી કરે છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ અને ડીનો મોરિયા આ એડમાં પોતાની કેમેસ્ટ્રી દ્વારા પ્રાણ પૂરી રહ્યાં છે. આ એડ સ્વિટ્ઝરલૅન્ડની એક ઇનરવૅર કમ્પની માટે હતી.

અમીષા પટેલ

અમીષા પટેલ

કોમક સાહનીની ક્રિસ્ટલ બિકિની એડમાં અમીષા પટેલ હૉટ અને સેક્સી દેખાય છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફની સ્લાઇસ એડમાં તેઓ અસામાન્ય અવતારમાં દેખાય છે. સામાન્ય રીતે કૅટ હૉટ અવતારમાં હોય છે. આ એડમાં કૅટરીના કૈફ પોતાનું જૉયફુલ, બબલી તથા પ્લેફુલ નૅચર રજૂ કરે છે.

દીપ્તિ ભટનાગર

દીપ્તિ ભટનાગર

બી-ગ્રેડ હૉરર ફિલ્મો દ્વારા જાણીતા દીપ્તિ ભટનાગર એક કન્ડોમ એડમાં ટેમ્પરેચર વધારતા દેખાયા હતાં.

પદ્મા લક્ષ્મી

પદ્મા લક્ષ્મી

આ એડમાં પદ્મા લક્ષ્મી એક જંકફૂડના વેચાણ માટે પોતાની સેક્સ અપીલનો ઉપયોગ કરતા જણાય છે.

પૂજા બેદી

પૂજા બેદી

પૂજા બેદીએ આ એડ દ્વારા દેશને ચોંકાવી દીધા હતાં. આ બે દાયકા જૂની એડ છે, પરંતુ આ એડ બાદ પૂજા બેદી કામસૂત્ર ગર્લ તરીકે જાણીતા બની ગયાં અને આજે પણ તેમની આ જ ઓળખ છે.

સના ખાન

સના ખાન

આ અમૂલ માચો ટીવી એડમાં સના ખાન એક સામાન્ય ગૃહિણીની જેમ કપડા ધોતા દેખાય છે, પરંતુ તેઓ જે રીતે બેઠા છે અને તેમના જે એક્સપ્રેશન્સ છે, તે ખૂબ જ હૉટ અને સ્પાઇસી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X