આશીષ વિદ્યાર્થી અને રૂપાલી બરૂઆની કેવી રીતે શરૂ થઇ લવ સ્ટોરી? અભિનેતાએ જણાવી પોતાની સ્ટોરી
બોલિવૂડના પ્રખ્યાત વિલન આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. નવવિવાહિત કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આશિષે 25 મે, ગુરુવારે કોલકાતામાં રૂપાલી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
આશિષ વિદ્યાર્થિએ રૂપાલી બરુહા સાથે લગ્ન કર્યા જે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. લગ્ન ગુરુવારે કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયા હતા. કોર્ટ મેરેજ બાદ કપલે ફેન્સ સાથે તસવીરો શેર કરી હતી. હવે આશિષના આ પગલાથી તેના તમામ ચાહકો ચોંકી ગયા છે અને તેઓ જાણવા માંગે છે કે બંને કેવી રીતે મળ્યા.

રૂપાલી બરુઆ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે વાત કરતા આશિષે ઈ-ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ અનુભૂતિ છે.
આ એક લાંબી વાર્તા છે. તેના વિશે વધુ પછી ક્યારેક કહીશ. અમે મળ્યા. થોડા સમય પહેલા અને સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અમે બંને ઈચ્છતા હતા કે લગ્નમાં વધુ ધામધૂમ ન હોય, માત્ર પરિવાર જ હોય."
મળતી માહિતી મુજબ લગ્ન બાદ હવે આ કપલ મિત્રો અને સંબંધીઓ માટે રિસેપ્શન પાર્ટી રાખશે. બીજી તરફ આશિષની બીજી પત્ની રૂપાલી બરુહા વિશે વાત કરીએ તો તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. આ સિવાય તે કોલકાતામાં એક ફેશન સ્ટોરીની માલિક છે. રૂપાલી આસામની રહેવાસી છે. બંનેના લગ્નની તસવીરો જોઈને કહી શકાય છે કે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે.
તમને જણાવી દઈએ કે આશિષની પહેલી પત્નીનું નામ રાજોશી વિદ્યાર્થી છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. બંનેના લાંબા સમય પહેલા છૂટાછેડા થયા છે. તેમના પુત્રનું નામ અર્થ વિદ્યાર્થી છે જે 23 વર્ષનો છે.












Click it and Unblock the Notifications
