કેટલુ ભણેલા છે બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સ?

બોલિવૂડના સ્ટાર કિડ્સ તેની હાઈ પ્રોફાઈલ પાર્ટીઓને લઈને સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા આ સ્ટાર કિડ્સ વિદેશોમાં ભણેલા છે.

બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ સારૂ ભણેલા છે. કેટલાકે ગ્રેજ્યુએશન કર્યું છે તો કેટલાકે માસ્ટર્સ કર્યું છે. લાઈમલાઈટમાં રહેતા આ સ્ટારકિડ્સમાંથી ઘણા મુંબઈમાં અને ઘણા વિદેશમાં ભણ્યા છે.

Bollywood s most popular star kids

જ્હાન્વી કપૂર
મોટી બહેન જાન્હવીની જેમ ખુશી કપૂરે પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. હાલમાં તે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીની વિદ્યાર્થીની છે.

સારા અલી ખાન
સારા અલી ખાને કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્કમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. સારાએ હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે.

સુહાના ખાન
સુહાના ખાન તેના ભાઈની જેમ મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી કિડ્સ છે. સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાનાએ તેના અભ્યાસ માટે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લીધું અને લંડનની એર્ડિંગલી કોલેજમાંથી ડિગ્રી પૂર્ણ કરી છે.

અનન્યા પાંડે
અનન્યા પાંડેએ તેનું સ્કૂલિંગ મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. તેણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

જ્હાન્વી કપૂર
જ્હાન્વી કપૂરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. ફિલ્મોમાં તેની કારકિર્દી શરૂ કરતા પહેલા, અભિનેત્રીએ લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ કેલિફોર્નિયામાં પ્રવેશ લઈને તેની અભિનય કુશળતા પર કામ કર્યું છે.

ઈબ્રાહિમ અલી ખાન
ઈબ્રાહિમ અલી ખાને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને લંડન કોલેજમાંથી આગળનો અભ્યાસ કરી રહ્યો છે. ઇબ્રાહિમે 2008માં આવેલી ફિલ્મ ટશનમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

આર્યન ખાન
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તેના પિતાની જેમ અભિનેતા બનવામાં રસ નથી. આર્યન લંડનની સેવન ઓક્સ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. આ પછી તેણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના ફિલ્મ બિઝનેસ કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X