For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિમા ચૌધરીના કરિયરનો એચાનક એન્ડ કેવી રીતે થયો, વર્ષો પછી જણાવ્યુ તેણે કારણ

અભિનેત્રી મહિમા ચૌધરીની ગણતરી એક સમયે બૉલિવુડની ટૉપ હિરોઈનોમાં થતી હતી પરંતુ અચાનક જ તે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ. જાણો તેની પાછળનુ કારણ...

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી મહિમા ચૌધરીની ગણતરી એક સમયે બૉલિવુડની ટૉપ હિરોઈનોમાં થતી હતી પરંતુ અચાનક જ તે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ. તેણે પોતાના કરિયરની શરૂઆત 1997માં આવેલ સુભાષ ઘાઈની ફિલ્મ 'પરદેશ'થી કરી. આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં બૉલિવુડના કિંગ શાહરુખ ખાન દેખાયા હતા. પરંતુ લોકોના મનમાં એ સવાલ હજુ સુધી છે કે છેવટે કેમ મહિમા ચૌધરીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધી. હવે વર્ષો બાદ એક ઈન્ટરવ્યુમાં તેણે આની પાછળનુ કારણ જણાવ્યુ છે.

1999માં થયો હતો અકસ્માત

1999માં થયો હતો અકસ્માત

પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં મહિમા ચૌધરીએ આ ખુલાસો વર્ષો પછી કર્યો છે. વાસ્તવમાં આ વાત વર્ષ 1999ની છે. એ વખતે મહિમા અજય દેવગણ અને કાજોલ સાથે ફિલ્મ દિલ ક્યા કરેમાં કામ કરી રહી હતી. ત્યારે બેંગલુરુમાં તે એક મોટી દૂર્ઘટનાનો શિકાર બની ગઈ. તેની કારનો એક ટ્રક સાથે અકસ્માત થઈ ગયો અને કાચના ટૂકડા તેના ચહેરામાં ઘૂસી ગયા હતા. આ ઘટનાના કારણે તે ઘણા સમય સુધી પોતાના ઘરમાંથી બહાર નીકળી શકી નહોતી.

ચહેરામાંથી કાચના 67 ટૂકડા કાઢ્યા

ચહેરામાંથી કાચના 67 ટૂકડા કાઢ્યા

મહિમા ચૌધરીએ ઈન્ટરવ્યુમાં કહ્યુ, એક પોઈન્ટ પર મને લાગ્યુ કે હું મરી ગઈ, કોઈએ મને હોસ્પિટલ સુધી લઈ જવામાં પણ મદદ નહોતી કરી. બાદમાં જ્યારે હું ઘણી વાર પછી હોસ્પિટલ પહોંચી ત્યારે મારી મા અને અજય આવ્યા. મે ઉભા થઈને અરીસામાં મારો ચહેરો જોયો. જ્યારે તેમણે મારુ ઑપરેશન કર્યુ ત્યારે મારા ચહેરામાંથી કાચના 67 ટૂકડા કાઢ્યા હતા. આ સર્જરી બાદ રિકવર થવામાં મહિમાને લાંબો સમય લાગી ગયો. આ આખો સમય તે ઘરમાં બંધ રહેતી હતી, સૂરજની રોશનીથી દૂર રહેતી હતી. ત્યાં સુધી કે તેણે અરીસામાં પોતાના ચહેરો પણ જોવાનુ બંધ કરી દીધુ હતુ.

'એ વખતે ઘણી બધી ફિલ્મો હતી'

'એ વખતે ઘણી બધી ફિલ્મો હતી'

મહિમા ચૌધરીને આ અકસ્માત બાદ લાગતુ હતુ કે હવે કોઈ તેેને ફિલ્મમાં ફરીથી કાસ્ટ નહિ કરે. તેણે જણાવ્યુ, એ વખતે મારી પાસે ઘણી બધી ફિલ્મો હતી અને મારે તે છોડવી પડી. ત્યાં સુધી કે જો હું તે વખતે આ વિશે કંઈ કહેતી અને એમ કહેતી કે મને આવી રીતે ઈજા થઈ છે, તો એ કહેતા, ઓહ, આનો ચહેરો તો ખરાબ થઈ ગયો, તો ચલો કોઈ બીજાને સાઈન કરી લો.

સિંગલ પેરેન્ટ છે મહિમા

સિંગલ પેરેન્ટ છે મહિમા

તમને જણાવી દઈએ કે મહિમા ચૌધરીએ ધડકન ફિલ્મમાં એક ગીત પણ કર્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા. તે કહે છે, 'હા, એવુ લાગ્યુ કે તે ક્યાં ગઈ. હું છૂપાઈ ગઈ હતી. હું આ બધાથી પોતાા પરિવારની મદદથી નીકળી શકી.' તમને જણાવી દઈએ કે અત્યારે એક સિંગલ પેરેન્ટ છે. તેેને એક દીકરી છે જેનુ નામ અર્યાના છે. મહિમાએ વર્ષ 2006માં બૉબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2013માં તેના ડિવોર્સ થઈ ગયા.

કાર્તિક આર્યનને જોઈએ દીપિકા પાદુકોણ જેવી પત્ની, કારણ બહુ મઝાનુ છેકાર્તિક આર્યનને જોઈએ દીપિકા પાદુકોણ જેવી પત્ની, કારણ બહુ મઝાનુ છે

English summary
How Mahima chaudhry's career ended? she reveals the truth after many years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X