બોલિવૂડમાં ક્યા સ્ટારની કેટલી ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે? જાણો કોણ છે સૌથી આગળ?

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થાય તે મોટી સફળતા ગણાય છે. બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થાય છે.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થાય તે મોટી સફળતા ગણાય છે. બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થાય છે. આજે આપણે બોલિવૂડના એ અભિનેતાઓની વાત કરવાના છીએ જેની ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આજે આપણે એ પણ જાણીશું કે કોની સૌથી વધુ ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. 100 કરોડ ક્લબમાં સલમાન ખાનની કુલ 15 ફિલ્મો સામેલ છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ છે. તેની 15 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે.

અજય દેવગણ

અજય દેવગણ

આ યાદીમાં અજય દેવગણનું નામ પણ સામેલ છે. તેની 12 ફિલ્મોએ 100 કરોડથી વધુની કમાણી કરી છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

વિચિત્ર ફેશન માટે જાણીતો રણવીર સિંહ તેની ફિલ્મો માટે પણ એટલો જ ફેમસ છે, તેની એક નહીં પરંતુ 6 ફિલ્મો 100 કરોડ ક્બલમાં સામેલ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ પર ધમાકેદાર દેખાવ કર્યો છે. આ ફિલ્મ સહિત રણબીરની 5 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ છે.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવને હજુ બહુ ફિલ્મોમાં કામ કર્યું નથી. પરંતુ તેની 4 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન બોલિવૂડનો સુપર સ્ટાર ગણાય છે. તેની 6 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન આ દિવસોમાં ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની 100 કરોડની ક્લબમાં 7 ફિલ્મોનો સમાવેશ થાય છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ રહી હતી. જો કે આ સિવાય આમિર ખાનની 6 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X