
ફિલ્મો વિના પણ કરોડો કમાય છે રાખી સાવંત, જાણો કેટલી છે કુલ સંપત્તિ
બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના લગ્ન માટે હાલમાં સમાચારોમાં છવાયેલી છે. જો કે આવુ પહેલી વાર નથી જ્યારે રાખી સાવંત આ રીતે છવાઈ છે. આ પહેલા પણ રાખી સાવંત પોતાના વીડિયો અને નિવેદનો માટે સમાચારોમાં છવાયેલી રહી છે. વાસ્તવમાં રાખી સાવંતે થોડા દિવસો અગાઉ પોતે જણાવ્યુ હતુ કે તેના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈએ તેના પતિને જોયા નથી. રાખીએ હાલમાં જ પોતાના હનીમૂનના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રાખી ઘણીવાર એવી વિચિત્ર હરકતોને કારણે મીડિયામાં છવાયેલી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મો વિના પણ નાના-મોટા કામથી રાખી સાવંત કરોડો રૂપિયા કમાઈ લે છે. આવો જાણીએ રાખી સાવંત પાસે કુલ કેટલી સંપત્તિ છે.

આ છે રાખી સાવંતની કુલ સંપત્તિ
ઈન્ટરનેટ પર દર્શાવેલા આંકડા મુજબ રાખી સાવંત લગભગ 35 કરોડની સંપત્તિની માલિક છે. રાખી સાવંત પાસે લગભગ 21.6 લાખ રૂપિયાની એક ફોર્ડ એંડેવર કાર પણ છે. આ ઉપરાંત તેની પાસે સાત લાખ રૂપિયાની જ્વેલરી છે. રાખી સાવંત પાસે મુંબઈમાં 11 કરોડ રૂપિયાની કિંમતના બે ફ્લેટ અને બે ઓફિસ છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંતનુ અસલી નામ નીરુ ભેડા છે. રાખી સાવંતના પિતા મુંબઈ પોલિસમાં હતા અને વર્લી પોલિસ સ્ટેશનમાં કોન્સ્ટેબલના પદ પર તૈનાત હતા.

2014માં બનાવી હતી પોતાની રાજકીય પાર્ટી
રાખી સાવંતે 2014માં પોતાની રાજકીય પાર્ટી રાષ્ટ્રીય આમ પાર્ટીની રચના કરી હતી અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નસીબ અજમાવ્યુ હતુ. જો કે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રાખી સાવંત રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયામાં શામેલ થઈ ગઈ. રાખી સાવંત ટીવી રિયાલિટી શો બિગ બૉસની પહેલી સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતી અને તે ઘણી ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત સિંગર મીકા સિંહની બર્થડે પાર્ટીમાં થયેલા કિસ વિવાદ અને રિયાલિટી શો રાખી કા સ્વયંવરથી પણ રાખી સાવંત મીડિયામાં છવાયેલી રહી.
આ પણ વાંચોઃ પ્રિય્રંકા ચોપડાએ કર્યો ખુલાસો, જ્યારે નિક જોનસે તેની યાદ આવે તો તે આ ફિલ્મ જુએ છે

યુકે બેઝ્ડ એનઆરઆઈ સાથે કર્યા લગ્ન
હાલમાં રાખી પોતાના લગ્નના સમાચારો માટે મીડિયામાં છવાયેલી છે. ચૂપચૂપ લગ્ન કર્યા રાખી સાવંતે થોડા દિવસો અગાઉ મીડિયા સામે આવીને કહ્યુ, બિલકુલ, મારા લગ્ન થઈ ગયા છે અને મે યુકે બેઝ્ડ એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે. હું હંમેશા વિચારતી હતી કે એક આઈટમ ગર્લને લોકો કેવી નજરથી જુએ છે પરંતુ મારા પતિએ મને જોઈ અને તમે જોઈ શકો છો કે કેવી જોઈ. દસ દિવસની અંદર મારા લગ્ન થયા છે અને મે છૂપાઈને લગ્ન કર્યા છે. આનુ કારણ એ છે કે એક બહુ મોટી ટ્રેજેડી થઈ ગઈ હતી. એ મારા બહુ મોટા ફેન છે. અમે લોકો વૉટ્સએપ પર મળ્યા અને વૉટ્સસએપ પર જ એકબીજાને પ્રપોઝ કર્યુ, જો વૉટ્સએપ ન હોત તો આજે મારી માંગમાં સિંદૂર ન હોત. તેમણે મને વૉટ્સએપ પર આઈ લવ યુના મેસેજ મોકલ્યા.

છૂપાઈને લગ્ન કરવાનુ જણાવ્યુ આ કારણ
રાખી સાવંતે આગળ જણાવ્યુ, ‘એક બહુ મોટી ટ્રેજેડી થઈ ગઈ હતી, જેના કારણે અમે લોકોને છૂપાઈને લગ્ન કર્યા અને હું એ પછી કહીશ કે એ ટ્રેજેડી શું હતી. તેમનુ નામ રિતેશ છે અને તેમણે એકદમ ઢિંચણીયે પડીને મને પ્રપોઝ કર્યુ. તેમણે કહ્યુ, રાખી વિલ યુ મેરી મી. તો બસ થઈ ગયા અમારા લગ્ન અને હું બહુ ખુશ છુ.' તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ રાખી સાવંતના હનીમૂનના ફોટા પણ સામે આવ્યા હતા જેને રાખીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા. આ ફોટા માટે પણ રાખી સમાચારોમાં છવાઈ હતી.

રાખીના પતિએ પણ આપ્યો ઈન્ટરવ્યુ
રાખી સાવંતના પતિએ પણ આ લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી. રાખી સાવંતના પતિએ સ્પૉટબોયને એક ઈન્ટરવ્યુ આપ્યો અને પોતાના લગ્ન વિશે ઘણી વાતોના ખુલાસા કર્યા. રાખીના પતિને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે શું કામ કરે છે તો તેમણે જણાવ્યુ કે, ‘તે આઈટી ક્ષેત્રમાં બિઝનેસમેન છે. તેમણે જણાવ્યુ, હું ખૂબ સરળ વ્યક્તિ છુ, જે સવારે 9 વાગે કામ માટે જાય છે અને સાંજે 6 વાગે પાછો આવે છે. મને ખબર છે કે જ્યારે રખીએ લગ્નની ઘોષણા કરી હતી ત્યારે ઘણા લોકોને લાગ્યુ હતુ કે હું છુ જ નહિ પરંતુ હું અહીં છુ, તમારી સાથે વાત કરી રહ્યો છુ. રાખી કેમેરા સામે ઘણી અલગ છે પરંતુ દિલથી તે બહુ સારી વ્યક્તિ છે. હું રાખીમાં કોઈ ફેરફાર નથી ઈચ્છતો.'