આખરે કેટલા વર્ષની છે મલાઈકા અરોરા, લો થઈ ગયો ખુલાસો
બોલિવૂડની ફિટનેસ ક્વિનની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના છે. મલાઈકા અરોરાની ઉમર જેમ જેમ વધી રહી છે તેમ તે હોટ એન્ડ બોલ્ડ બની રહી છે. મલાઈકાની ખૂબસૂરતી સામે તેની સાચી ઉમરને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
હાલ સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની ઉમરને લઈને ખુબ ચર્ચા છે. ફેન્સ પણ તેની સાચી ઉમર વિશે જાણવા માંગે છે. એક તરફ મલાઈકા અરોરાની ફિટનેસ અને બીજી તરફ તેની અર્જૂન કપૂર સાથે બોલ્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે ત્યારે હવે તેની સાચી ઉમર વિશે ચર્ચા શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાનો એક જૂનો વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયોથી મલાઈકાની ઉમર વિશે ચર્ચા શરૂ થઈ છે. આ વીડિયોમાં જે કહેવામાં આવ્યું છે તેના આધારે કેટલાક લોકો મલાઈકાની ઉંમરનો અંદાજ લગાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને મજાક સમજી રહ્યા છે.
ઈન્ટરનેટ પર મલાઈકા અરોરાની ઉમર 49 વર્ષ દર્શાવવામાં આવી છે. જો કે લોકો તેની ફિટનેસને જોતા આ વાત સ્વીકારવા તૈયાર નથી. ઘણા લોકોને લાગે છે કે તે 35 વર્ષ આસપાસના છે.
હવે સાજિદ ખાનના શોનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો તેમા મલાઈકા અને પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે બેસીને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ઈન્ટરવ્યુમાં સાજિદ ખાન મલાઈકાને તેની અને અરબાઝની ઉંમરના તફાવતને લઈને ચીડવતા જોવા મળે છે. સાજિદના મતે મલાઈકા અરબાઝ કરતા બે વર્ષ મોટી છે.
હવે સવાલ એ છે કે જો અરબાઝ થાનની ઉમર 55 વર્ષ છે તો મલાઈકા અરોરા 57 વર્ષની હોઈ શકે છે. બીજી તરફ મીડિયા અને સોશિયલ મીડિયામાં તેની ઉંમર 49 દર્શાવાઈ છે. વીડિયો પ્રમાણે મલાઈકાની ઉંમરનો અંદાજ લગાવાય તો તેના અને અર્જુન કપૂર વચ્ચે 20 વર્ષનું અંતર છે. લોકો મલાઈકા પાસેથી જાણવા માંગે છે કે તેની ઉંમરનું સત્ય શું છે. આ મુદ્દે ઘણા લોકો મલાઈકાને ટ્રોલ પણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
