For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબા આઝાદ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઋતિક રોશન? જાણો ક્યારે કરશે લગ્ન?

આજકાલ ઋતિક રોશન અને સબા આઝાદ એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઋિતિક પોતાનો 49મોં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ત્યારે હવે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : સુઝૈન ખાન સાથે છુટાછેડા લીધા બાદ આજકાલ ઋતિક રોશન અને સબા આઝાદ એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઋિતિક પોતાનો 49મોં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ત્યારે હવે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર ઋતિક રોશન અને સબા આઝાદ બહુ જલ્દી લગ્ન કરી શકે છે.

Hrithik Roshan

ઋતિક રોશન વર્ષ 2023 ના અંત સુધીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ઋતિક રોશન લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. બન્ને ઘણી વખત રજાઓ મનાવતા પણ જોવા મળ્યા છે. આ જોડી ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ઋતિકના પરિવારના સભ્યો તેમના સંબંધોથી ખૂબ જ ખુશ છે.

રિપોર્ટ્સ અનુસાર, ઋિતિકના એક ખાસ મિત્રએ બંનેના લગ્નને લઈને અપડેટ આપ્યા છે. તેના જણાવ્યા અનુસાર, સબા અને ઋિતિક એકબીજાથી ખૂબ જ ખુશ છે અને ટૂંક સમયમાં જ બંને તેમના લગ્નની યોજના બનાવવા જઈ રહ્યા છે. હાલમાં બંને પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે અને લગ્નના પ્લાનિંગ માટે સમય કાઢવા માંગે છે.

આ મુદ્દે વાત કરતા તેના મિત્રએ જણાવ્યું કે, બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. પરંતુ આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થશે. પરિવારના સભ્યો ઉપરાંત ઋતિક તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેના બોયફ્રેન્ડને પણ લગ્નમાં આમંત્રણ આપશે. સુઝૈન ખાન પણ આ સંબંધથી ઘણી ખુશ છે. આ સિવાય ઋિતિકના બાળકોનું પણ સબા સાથે સારૂ બોન્ડિંગ છે.

English summary
Hrithik Roshan going to marry Saba Azad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X