અક્ષય કુમાર કરશે એક ધમાકેદાર સિક્વલ, એક નવી જોડી સાથે...
આખરે બધી જ અફવાહો પર પાણી ફેરવીને અક્ષય કુમારે સાફ કરી દીધું છે કે તેઓ "જોલી એલએલબી" ની સિક્વલ ફિલ્મ કરી રહ્યા છે. ફિલ્મ બનાવવાની ઘોષણા સુભાસ કપૂર કરી ચુક્યા છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ રોલ એટલે કે વકીલની ભૂમિકા નિભાવી રહ્યા છે. જ્યારે હિરોઈન તરીકે હુમા કુરેશી ને લેવામાં આવી છે.
ફિલ્મમાં બોમન ઈરાનીવાળો રોલ પરેશ રાવલ કરશે. ફિલ્મની કાસ્ટને લઈને હજુ બધું જ નક્કી થવુંનું બાકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે અક્ષય કુમાર એક પછી એક અલગ અલગ પ્રકારની ફિલ્મ આપીને તેમના ફેન્સનું મનોરંજન કરી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે જોલી એલએલબી ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. પહેલી ફિલ્મમાં મુખ્ય પાત્ર અર્શદ વારસીએ નિભાવ્યું હતું અને તે ફિલ્મ માટે તેમના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.
જોલી એલએલબી ના સિક્વલનું શૂટિંગ ઓગષ્ટમાં શરૂ કરી દેવામાં આવશે અને આશા છે કે આ ફિલ્મ 2017માં રિલીઝ કરી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે 2017માં અક્ષય કુમારની નમસ્તે ઇંગ્લેન્ડ અને રોબોટ 2 નક્કી છે. એટલે કે અક્ષય કુમારના ફેન્સને 2017માં તેનો 3 ગણો ડોઝ મળી શકે છે.












Click it and Unblock the Notifications
