For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડી ડે ફિલ્મમાં મારધાડ કરતાં દેખાશે હુમા કુરૈશી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 મે : ગત વર્ષે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મ સાથે ચર્ચામાં આવનાર બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી હવે નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં મારધાડ કરતાં નજરે પડશે.

huma-qureshi

હુમાએ પીપલ મૅગેઝીનના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું પહેલી વાર મારધાડ વાળી ફિલ્મ કરી રહી છું અને તેને લઈને ખૂબ ઉત્સાહિત છું. આ એક રીતે એક્શન ફિલ્મ છે કે જેમાં એજંટ પાકિસ્તાન જઈ ત્યાંથી અપરાધીઓને પાછા લાવે છે. ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે કે જેઓ દાઉદ ઇબ્રાહીમના લુકમાં છે.

નોંધનીય છે કે ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં હુમાએ મનોજ બાજપાઈ તથા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યુ હતું, જ્યારે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં તેઓ માધુરી દીક્ષિત, અરશદ વારસી તથા નવાઝુદ્દીન જેવા કલાકારો સાથે કામ કરી રહ્યાં છે.

હુમા કુરૈશી કહે છે - હું ભાગ્યશાળી છું, કારણ કે બૉલીવુડમાં નવી હોવા છતા મને મનોજ બાજપાઈ, નવાઝુદ્દીન, ઇરફાન ખાન, અરશદ, નસીરુદ્દીન શાહ તથા માધુરી જેવા બહેતરીન કલાકારો સાથે કામ કરવાની તક મળી રહી છે.

હુમા તાજેતરમાં જ એક થી ડાયન ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં તેમની સાથે ઇમરાન હાશમી, કોંકણા સેન શર્મા તથા કલ્કી કોચલીન પણ હતાં. ડી ડે ફિલ્મમાં અર્જુન રામપાલ, ઇરફાન અને શ્રુતિ હસન પણ છે. ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

English summary
Bollywood actress Huma Qureshi, who made an impressive debut with Anurag Kashyap's crime thriller "Gangs Of Wasseypur" last year, will now be seen doing action in Nikhil Advani's "D-Day" and she is all excited about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X