Oh God! આ શું થઈ ગયું હમ્પ્ટી શર્માની દુલ્હનિયાને?
મુંબઈ, 14 જૂન : આલિયા ભટ્ટને ભલે બૉલીવુડમાં આવ્યે બહુ વધારે સમય નથી થયો, પણ તેમનો જુસ્સો કોઈ પણ વેલસેટલ્ડ અભિનેત્રી કરતા ઓછો નથી. તાજેતરમાં જ આલિયા ભટ્ટનું કામ પ્રત્યે સમર્પણ દર્શાવતો દાખલો જોવા મળ્યો કે જ્યારે તેઓ પોતાની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશન માટે કાંખઘોડીના સહારે પહોંચ્યાં.
હકીકતમાં થોડાક સમય અગાઉ આલિયા ભટ્ટને કોઇક ઈજા પહોંચી હતી અને તબીબોએ તેમને બેડ રેસ્ટની સલાહ આપેલી છે, પરંતુ આલિયાને ફિલ્મના પ્રમોશન માટે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના લીડ હીરો વરુણ ધવન સાથે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરવાની હતી. આલિયાએ ફિટ ન હોવા છતા ઇનકાર ન કર્યો અને તેઓ કાંખઘોડીના સહારે ચાલી મેટ્રો સુધી પહોંચ્યાં.
આલિયા ભટ્ટે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કર્યા બાદ તસવીરો પણ શૅર કરી છે. આપ પણ જુઓ :

આલિયા ઇંજર્ડ
આલિયા ભટ્ટ કોઇક કારણસર ઇંજર્ડ થઈ ગયાં છે.

કામ પ્રત્યે સમર્પિત
ઈજા થયા છતા આલિયા ભટ્ટે પોતાની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશન ટાળ્યું નહીં.

કાંખઘોડીના સહારે આલિયા
આલિયા ભટ્ટ વરુણ ધવન સાથે કાંખઘોડીના સહારે ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યાં.

મુંબઈ મેટ્રોમાં પ્રમોશન
આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફિલ્મનું પ્રમોશન કરવા માટે મુંબઈ મેટ્રો પહોંચ્યા હતાં.

મુંબઈ મેટ્રોની સફર
આલિયા ભટ્ટ અને વરુણ ધવને મુંબઈ મેટ્રોની સફર કરી ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું.

નવીન નજરાણુ
મુંબઈ મેટ્રો મુંબઇકરો માટે નવીન નજરાણુ છે કે જેનું તાજેતરમાં જ મુખ્યમંત્રી પૃથ્વરાજ ચવ્હાણે ઉદ્ઘાટન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
