For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સન્ની કરે તે ‘બરાબર’, હની કરે તે ‘બળાત્કાર’...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જાન્યુઆરી : સમગ્ર મીડિયા જગતમાં એક બાજુ ગાયક હની સિંહ અંગેની ચર્ચાઓ ગરમ છે, તો બીજી બાજુ હની સિંહે ટ્વિટર પર લખ્યું છે - મને આધાર બનાવી લોકો પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યાં છે. મારી ઉપર નિશાનો સાધવામાં આવી રહ્યો છે કે હું અશ્લીલ ગીતો ગાઈ રહ્યો છે, પરંતુ આ બધુ સાચુ નથી. મેં ભલે શરુઆતમાં ગંદા ગીતો ગાયાં છે, પરંતુ હવે હું સુધરી ચુક્યો છે અને લાંબાગાળાથી સ્વચ્છ ગીતો ગાઈ રહ્યો છું. લોકો સરકાર સામે લડી નથી શકતાં, તેથી મારી ઉપર હુમલો કરી રહ્યાં છે કે જેમાં મારી કોઈ ભૂલ નથી. મને તો મુદ્દો બનાવી દેવાયો છે. મને દોષ આપવો બંધ કરો. દોષ સરકાર અને કાનૂન-વ્યવસ્થાને આપો કે જેણે અત્યાર સુધી ગૅંગ રેપના આરોપીઓને સજા નથી કરી.

Honey Singh

આપને જણાવી દઇએ કે કેસ નોંધાતાં તથા હોબાળો મચ્યા બાદ હની સિંહે ટ્વિટ કર્યુ હતું અને જણાવ્યુ હતું કે તેમણે તે ગીતો નથી લખ્યા કે જેને લઈને તેમની વિરુદ્ધ કેસ નોંધાયો છે.

હવે હની તો ઠીક, સન્ની લિયોનની પણ વાત કરી લઇએ. હની તો સાચે જ બલિના બકરા બની ગયા હોય તેમ લાગે છે. સન્ની લિયોને એ જ દિલ્હીમાં 31મી ડિસેમ્બરની રાત્રિએ એક ફાઇવ સ્ટાર હોટેલમાં ચિકની ચમેલી જેવા ગીતો પર ઠુમકાં લગાવ્યાં અને એ જ દિલ્હીના લોકો તેની સાથે મન મુકીને ઝુમ્યાં. આ માહિતી સન્નીના પતિએ પોતે ટ્વિટ કરીને આપી છે.

હવે વિચારવા જેવી બાબત એ છે કે સન્ની કરે એ બરાબર અને હની કરે તે બળાત્કાર કઈ રીતે થઈ જાય? જે દિલ્હીમાં લોકોએ દામિની ગૅંગ રેપના બનાવની વિરુદ્ધ આટલો મોટો જુવાળ ઊભો કર્યો. તે જ દિલ્હીમાં સન્નીના ડાંસ જોનારાઓની પણ ક્યાં કમી છે, તો પછી આ માટે એકલા હનીને જ જવાબદાર કેમ ઠેરવી શકાય?

આજની ફિલ્મોએ રેપ અને બળાત્કાર શબ્દો કે જે ક્યારેક જવલ્લે જ વપરાતા હતાં, તેને સાવ સામાન્ય કરી નાંખ્યા છે. ફિલ્મ થ્રી ઈડિયટમાં પણ કૉમ્પ્યુટરમાં ચમત્કાર શબ્દમાં ગરબડ કરી એક શબ્દને બળાત્કાર બનાવી દેવાય છે. એક સારી પ્રેરક ફિલ્મ તરીકે થ્રી ઈડિયટ જો આપણે બાળકોને બતાવવા માંગીએ, તો તેને બળાત્કાર શબ્દનો અર્થ શું સમજાવીશું.

આપને જણાવી દઇએ કે હની સિંહનું નામ હાલ ચર્ચામાં એટલા માટે છે કે તેમની વિરુદ્ધ અશ્લીલ ગીત ગાવા અને મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દ પ્રયોગ કરવાના આરોપસર લખનૌ ખાતે એફઆઈઆર નોંધાવાઈ છે. આ એફઆઈઆર પૂર્વ વરિષ્ઠ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા નોંધાવાઈ હતી.

અમિતાભ ઠાકુરનું કહેવું છે કે હની સિંહે અશ્લીલતા તથા અભદ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગનાર મૈં હૂં બલાત્કારી... અને કેંદે પેચાયિયા... ગીતો લખ્યાં અને ગાયાં છે કે જે સમાજમાં ખોટી બાબતોને પ્રસારિત કરે છે. આ ગીતો અત્યંત અશ્લીલ, ઉત્તેજક તથા અભદ્ર હોવાના કારણે ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે.

English summary
I am being used as an excuse said Honey Singh on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X