હું મુસલમાન છું અને ભારત મારો દેશ છે.. ટ્રોલર્સને એક્ટ્રેસનો ઝડબાતોડ જવાબ
હું મુસલમાન છું અને ભારત મારો દેશ છે.. ટ્રોલર્સને એક્ટ્રેસનો ઝડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા ખુશબૂ સુંદર પોતાના એક ટ્વીટને લઈ ચર્ચામાં છે. જણાવી દઈએ કે ખુશબૂ સુંદરે પોતાના ટ્વીટમાં પોતાની પ્રોફાઈલ એડિટ કરવાની વાત કહેતા લખ્યું કે, હું મુસ્લિમ છું અને ભારત મારો દેશ છે.. કોઈ શક? આ ટ્વીટ સાથે જ તેમણે ટ્રોલર્સને પલટવાર કરવાની કોશિશ કરી છે. તેમનું આ ટ્વીટ તેજીથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહિ ખુશબૂએ આ ટ્વીટ દ્વારા આલોચકો પર પણ નિશાન સાધ્યું.

આલોચકોને ઝડબાતોડ જવાબ
ખુશબૂ સુંદર દરેક મુદ્દા પર નિડરતાથી પોતાની વાત રાખવા માટે ઓળખાય છે. આ વખતે પણ તેમણે ટ્વીટ કર્યું છે જેમાં ખુલીને પોતાની વાત કહી છે. ખુશબૂએ ટ્વીટમાં લખ્યું કે દુખની વાત છે કે એકવાર ફરી મારે મારી પ્રોફાઈલ એડિટ કરવી પડી. સંઘી બેવકૂફ શારીરિક રીતે એટલા મંદ હોય છે કે તેમણે સિંપલ બેઝિક્સ સમજમાં નથી આવતા. તેઓ મને એક મુસલમાન કહી રહ્યા છે, જે મારા દેશમાં જગ્યા નથી રાખતા, મારું ઈન્ડિયા. હા, હું એક ખાન છું, હું એક મુસલમાન છું અને ભારત મારો દેશ છે... કોઈ શક?
|
દિગ્ગજનું આ ટ્વીટ વાયરલ થયું
ખુશબૂ સુંદરના આ ટ્વીટને બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે. 25 સપ્ટેમ્બરે સવારે 11.45 વાગ્યે કરવામાં આવેલ આ ટ્વીટને બે હજારથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે 211 રિટ્વીટ મળ્યા છે. આ સાથે જ યૂઝર્સ ભારે કોમેન્ટ પણ કરી રહ્યા છે. ખુશબૂ સુંદર દિગ્ગજ ફિલ્મ અભિનેત્રી નિર્માતા અને ટેલીવિઝન હોસ્ટ છે, તેમણે 200થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ખુશબૂ સુંદર કોંગ્રેસ પાર્ટીના સભ્ય ચે અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.

હા હું એક ખાન છું, હું એક મુસલમાન છું
આ કોઈ પહેલીવાર નથી જ્યારે ખુશબૂ સુંદરે આવા પ્રકારે પોતાના આલોચકોને જવાબ આપ્યો છે. હંમેશા તે અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની વાત રાખે છે, જેના કારણે કેટલીયવાર તેને ટ્વીટર પર પણ ટ્રોલ કરવામાં આવે છે. જો કે તે ક્યારેય પણ આલોચકોને છોડતી નથી, જ્યારે પણ ટ્રોલ કરવામાં આવે છે ખુશબૂ સુંદર તેમને ઝડબાતોડ જવાબ આપે છે, જેમ કે આ વખતે તેમણે આપ્યો. તેમના આ ટ્વીટ પર પણ ભારે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
