ઉદય સાથે લગ્નના સમાચાર બકવાસ : નરગિસ ફખરી

મુંબઈ, 5 જાન્યુઆરી : ગઈકાલે ચોંકાવનારા સમાચાર આવ્યા હતાં કે જૂનિયર ચોપરા એટલે કે ઉદય ચોપરા કમસિન અભિનેત્રી નરગિસ ફખરી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. તે પણ માર્ચમાં.

Nargis Fakhri

આ સમાચાર સાંભળી સૌના મોઢેથી સરી પડ્યુ હતું - અરે આમ કેમ થઈ ગયું? સૌની જેમ નરગિસ ફખરીએ પણ આ શબ્દો જ મોઢેથી કાઢ્યાં છે. તેમણે ટ્વિટર પર આ વાતનું જોરદાર ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે ખબર નહીં કોણે આ બકવાસ સમાચાર વહેતા કર્યાં છે. મારો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. આ સમાચાર તદ્દન બકવાસ છે.

જોકે નોંધવા જેવી વાત એ છે કે નરગિસે પોતાની આખી વાતમાં ક્યાંય ઉદય ચોપરા અંગે કશું જ કહ્યું નથી. નહીંતર સામાન્ય રીતે છોકરીએ કહે છે કે અમે સારા મિત્રો છે. તેનાથી વધુ કશુ જ નથી, પરંતુ નરગિસે ઉદયના નામ સુદ્ધાનો ઉલ્લેખ કર્યો નથી. નોંધનીય છે કે સમાચાર એવા પણ વહેતા થયા હતાં કે રણબીર કપૂર સાથે રોમાંસને લઈને ચર્ચામાં રહેનાર અભિનેત્રી નરગિસ ફખરી લાંબા સમયથી જૂનિયર ચોપરા ઉદય સાથે ડેટિંગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X