હોટ તસવીરો પોસ્ટ કરી કહ્યું કે મેં બાબા રામદેવ કરતા વધારે કપડાં પહેર્યા છે
મોડેલથી નન બનેલી સોફિયા હયાત હંમેશાથી કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે જ છે. કેટલીક વાર તેની બોલ્ડ તસવીરોને કારણે તો કેટલીક વાર તેના બોલ્ડ નિવેદનોને કારણે. આ વખતે પણ સોફિયાએ કંઈક એવું કર્યું છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયી છે.

સોફિયા આ વખતે ફરી તેના બોલ્ડ અંદાઝમાં નજર આવી. આ વખતે તેને એ લોકોને પણ જવાબ આપ્યો જેને તેમના બોડી બતાવવા પર કમેન્ટ કરી હતી.

બિગ બોસ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી સોફિયા હયાતે આ વિવાદિત નિવેદન આઈટમ ગર્લ રાખી સાવંતના ઉઠાવેલા સવાલ પર આપ્યું. તેને કહ્યું કે તે બાબા રામદેવ કરતા પણ વધારે કપડાં પહેરે છે. આપને જણાવી દઈએ કે સોફિયા હયાતે કેટલાક દિવસો પહેલા જ તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સોફિયા હયાતની બોલ્ડ તસવીરો શેર કરવા પર રાખી સાવંતે તેને કહ્યું હતું કે શુ તે હજુ પણ નન છે? તેનો જવાબ આપતા સોફિયા હયાતે કહ્યું હતું કે તે બાબા રામદેવ કરતા પણ વધારે કપડાં પહેરે છે.

સોફિયા હયાતે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે જે લોકો મારી બોડી બતાવવાની આલોચના કરી રહ્યા છે. તેમને જણાવું છું કે હું બાબા રામદેવ કરતા વધારે કપડાં પહેરું છું.

સોફિયાએ જણાવ્યું કે આપણા ભગવાન હંમેશાથી સુંદર છે. ખરેખરમાં દરેક સ્ત્રી એક મહાન સર્જન છે. એ લોકોએ પોતાનું દિમાગ સાફ કરવું જોઈએ. જે લોકો તસ્વીરમાં કઈ પણ જોઈને આલોચના કરે છે. સ્ત્રી દેવી છે.

સોફિયાએ લખ્યું કે સ્ત્રી પુરી રીતે પવિત્ર છે. જયારે તેનો પિરિયડ સમય ચાલુ થાય છે ત્યારે તેને પવિત્ર માનવામાં આવે છે. તેનું ખૂન પવિત્ર છે.















Click it and Unblock the Notifications
