For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટાભાગના ઍવૉર્ડ્સ કરપ્ટ છે : સૈફ અલી ખાન

|
Google Oneindia Gujarati News

Aamir-Saif
મુંબઈ, 11 ફેબ્રુઆરી : ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સીનિયર કલાકાર સૈફ અલી ખાને ભારતમાં અપાતા ઍવૉર્ડ્સને ભ્રષ્ટ ગણાવતાં જણાવ્યું છે કે આ ઍવૉર્ડ્સ માત્ર લોકોની હાજરીના આધારે જ અપાય છે. આમિર ખાન સાથે દિલ ચાહતા હૈ ફિલ્મમાં કામ કરનાર સૈફે જણાવ્યું છે કે આમિર જેવા કલાકારને કોઈ ઍવૉર્ડ કેમ નથી અપાતો?

સૈફનું કહેવું છે કે ઘણી વાર તો સારી ફિલ્મ હોવા છતાં આમિરને નૉમિનેશન સુદ્ધા નથી મળતું. તેમણે જણાવ્યું કે સરકારી ઍવૉર્ડ પણ આ બાબતમાંથી બાકાત નથી. આ વિશ્વસનીયતાનો મામલો છે. જો આપ બહેતર રીતે અને પ્રામાણિકતા સાથે પાત્રોની પસંદગી કરો, તો જ લોકો આપની ઉપર વિશ્વાસ કરી શકે. આ અગાઉ અભિનેતા અજય દેવગણે પણ ઍવૉર્ડ સમારંભોને ભ્રષ્ટ ગણાવ્યા હતાં.

સૈફે જણાવ્યુ હતું કે મારી પાસે અનેક વાર એવા ફોન્સ આવે છે કે જેમાં કહેવાય છે કે જો આપ અમારે ત્યાં આવશો, તો અમે આપને ઍવૉર્ડ આપીશું. અજય દેવગણ પણ મોટાભાગના ઍવૉર્ડ સમારંભોમાં જતા નથી. જોકે કેટલીક જ્યુરીને પણ ભ્રષ્ટ ગણાતી નથી, પરંતુ તેમના નિર્ણયો સામે પણ પ્રશ્નો ઊભા કરાય છે.

સૈફ અલી ખાનનું કહેવું છે કે હકીકત તો એ છે કે આ ઍવૉર્ડ વધુ મહત્વ નથી ધરાવતાં. તેનાથી કોઈ ફર્ક નથી પડતો. તેમણે આ વાતો એક ઇંગ્લિશ સમાચાર પત્રને આપેલા ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવી હતી.

English summary
Saif Ali Khan, who worked with Aamir Khan in Dil Chahta Hai, says that the film awards are corrupt because a star like Aamir Khan never gets an award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X