For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિનેમા સાથે સંકળાયેલી તમામ વાતો ગમે છે : સોનમ કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 મે : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર કહે છે કે તેમને સિનેમા સાથે જોડાયેલી તમામ વાતો ગમે છે. અહીં સુધી કે હંમેશા ફૅન્સ અને પત્રકારોની નજરોમાં રહેવા તેમજ કામના અનિયમિત સમય અંગે પણ તેમને કોઈ ફરિયાદ નથી.

sonam-kapoor

સોનમ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું - મને સિનેમા સાથે જોડાયેલી દરેક વાત પસંદ છે. મને દર વખતે લોકોની નજરોમાં રહેવામાં પણ કોઈ મુશ્કેલી નથી થતી. જો કોઈ આપને કહે કે તે ફિલ્મોમાં અભિનય કરવા માંગે છે, પણ પ્રસિદ્ધિ નથી ઇચ્છતો, તે ખોટું હશે. મને અભિનય ગમે છે અને સારૂં લાગે છે કે લોકો મારા કામને વધુ પસંદ કરે છે. હું ન કહી શકું કે મને આકર્ષણમાં રહેવું સારૂં નથી લાગતું.

આયશા તથા આઈ હેટ લવ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલાં સોનમ કપૂર ટુંકમાં જ આનંદ એલ રાયની રાંઝણા તથા રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મોમાં દેખાશે. ઉપરાંત તેઓ રાકેશ રોશન અને રેખાની 1980ની ફિલ્મ ખૂબસૂરતની રીમેકમાં પણ મુખ્ય ભૂમિકા ભજવવાનાં છે.

જુદી-જુદી ભૂમિકાઓ કરી ચુકેલાં સોનમ કહે છે - મને કૅમેરા સામે હોવું અને કામ સાથે નવા-નવા પ્રયોગો કરવાં ગમે છે. શું આપ વિચારી શકો કે જુહૂની છોકરી ચાંદની ચોક તથા બનારસની છોકરીની ભૂમિકા કરી શકે. જુદા-જુદા પાત્રો જીવવાં સાચે જ કમાલનો અનુભવ છે. તેમનું માનવું છે કે અભિનય ખૂબ જ પડકારજનક કામ છે. ફિલ્મો સાથે જોડાયેલા લોકો એટલાં પણ ખરાબ નથી હોતાં કે જેટલાં બહારના લોકોને લાગે છે. અમે પણ મહેનત કરીએ છીએ, અમારા કામની કોઈ ચોક્કસ મર્યાદા નથી હોતી. આ માત્ર લાગણીઓનું કામ નથી, પણ શારીરિક અને માનસિક રીતે પણ મહેનત ખૂબ કરવી પડે છે.

English summary
Being a celebrity comes with a price but Bollywood actress Sonam Kapoor says she likes everything about stardom, including the constant attention and the odd hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X