પતિ-પત્ની તરીકે જ રહે છે સૈફ-કરીના
અમદાવાદ, 1 ઑક્ટોબર : સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચેના બહુપ્રતીક્ષિત લગ્ન અંગે હજારો પ્રકારની વાતો થઈ રહી છે. જેમ કે સૈફ-કરીના કેવી રીતે લગ્ન કરશે, ક્યાં કરશે, શું પહેરશે વગેરે વગેરે. પરંતુ હજી સુધી કરીનાએ ક્યારેય પોતાના લગ્ન અંગે કશું કહ્યું નથી.

પરંતુ હવે કરીનાએ મૌન તોડતાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે ભલે ને આવતા મહીને અમે લગ્ન કરવાનાં છીએ, પરંતુ અમે પતિ-પત્ની તરીકે છેલ્લા પાંચ વરસથી રહેતા હતાં. અમે કોઈ પણ સ્થળે જઈએ, એક જ હોટેલમાં રોકાઇએ છીએ અને મિસ્ટર તેમજ મિસિસ ખાનને નામે જ રૂમ બુક કરાવીએ છીએ. કરીનાએ જણાવ્યું કે અમે બંને જ જાણીએ છીએ કે લગ્ન જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે કે જેને દરેક પરિસ્થિતિમાં નિભાવવું પડે છે.
કરીનાએ જણાવ્યું કે ફિલ્મ ટશન દરમિયાન જ તે સૈફની નજીક આવી. તે વખતે જ શાહિદ કપૂર સાથે મારૂં બ્રેકઅપ થયુ હતું. હું બહુ એકલી હતી. એવા વખત સાથ મળ્યો સફ નો અને અમે એક-બીજાનાં થઈ ગયાં. કરીનાએ આ વાતો એક મેગેઝીન સાથે વાત કરતાં જણાવી.
નોંધનીય છે કે સૈફ અને કરીના 16મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે.












Click it and Unblock the Notifications
