પ્રિવ્યૂ : પ્રેમ અને જવાબદારીઓ વચ્ચે આઈ મી ઔર મૈં
મુંબઈ, 28 ફેબ્રુઆરી : જ્હૉન અબ્રાહમ, પ્રાચી દેસાઈ અને ચિત્રાંગદા સિંહ અભિનીત આઈ મી ઔર મૈં ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ અને ચિત્રાંગદા સિંહના અનેક અંતરંગ દૃશ્યો છે. જ્હૉન અને ચિત્રાંગદાના હૉટ સીન્સના પગલે આઈ મી ઔર મૈં ફિલ્મ ઘણી ચર્ચામાં રહી છે.

આઈ મી ઔર મૈં અંગે જ્હૉન અબ્રાહમે પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે આ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ છે અને તેમાં દર્શાવાયું છે કે મહિલાઓની ઇજ્જત કરવી જોઇએ. ફિલ્મના દિગ્દર્શક કલિપ શર્મા તથા નિર્માતા સૃષ્ટિ આર્ય અને ગોલ્ડી બહેલ છે.
વાર્તા : આઈ મી ઔર મૈં ઈશાન સબરવાલ નામના એક યુવાનની વાર્તા છે. ઈશાનનો રોલ જ્હૉન અબ્રાહમે કર્યો છે. ઈશાનને એક જ સમયે બે છોકરીઓ ગૌરી દાંડેકર (પ્રાચી દેસાઈ) તથા અનુષ્કા લાલ (ચિત્રાંગદા સિંહ) સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મની વાર્તા ઈશાન અને તેના દ્વારા પોતાના જીવનસાથી અંગે કરાયેલ નિર્ણય પર આધારિત છે. ફિલ્મની શરુઆત થાય છે મુંબઈના એક ખૂબ જ સ્માર્ટ અને ગુડલુકિંગ પ્રોડ્યુસરથી કે જે પોતાની માતા (ઝરીના વહાબ)ની આંખોનો તારો છે અને પોતાની બહેન શિવાની (મિની માથુર)ના વ્હાલ સાથે ઉછરેલો છે. ઈશાન પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે રહે છે, પરંતુ તે કોઈને પણ મહત્વ નથી આપતો. પછી એક દિવસ એવો આવે છે કે જ્યારે અનુષ્કા તેને પોતાના ઘરમાંથી હાંકી કાઢે છે. ઈશાન એક જરી-પુરાણા ઘરમાં રહેવા જાય છે. તેની માતા પોતાના પતિને છોડી ઈશાન સાથે રહેવા ચાલી આવે છે. ઈશાનના મિત્રો તેનાથી નારાજ થઈ જાય છે અને સાથે જ ઈશાનની બૉસ બીના (રાયમા સેન) ઈશાનને રાજીનામું આપવાં કહે છે. ઈશાનનો સમગ્ર આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે અને સાથે જ તેનો ઈગો પણ તુટી જાય છે. તેવામાં ઈશાનની પાડોસી ગૌરી (પ્રાચી દેસાઈ) તેના જીવનમાં આવે છે અને તેની સાથે રહી ઈશાનને છોકરીઓની ઇજ્જત કરતા આવડવા લાગે છે. તે પોતાના જૂના સંબંધો પુનઃ જોડવાના પ્રયત્નો કરવા લાગે છે. આ દરમિયાન ઈશાનને ગૌરી સાથે પ્રેમ થઈ જાય છે. પછી જ ઈશાન સામે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે તેને તેના પ્રેમ અને તેની જવાબદારીઓમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે.












Click it and Unblock the Notifications
