હું સલમાન ખાન છું, સન્ની લિયોન નથી

મુંબઈ, 19 સપ્ટેમ્બર : આગામી 7મી ઑક્ટોબરથી કલર્સ પર રાત્રે નવ વાગ્યાથી બિગ બૉસ સીઝન 6 શરૂ થવાનો છે. શોના હોસ્ટ ફરી એક વાર સલમાન ખાન છે.

Sunny Salman

જોકે ગઈ સીઝનમાં સલમાન સાથે મંચનો હવાલો સંજય દત્તે પણ સંભાળ્યો હતો, પણ બંનેની જોડી બિગ બૉસને કઈં પણ ફાયદો ન અપાવી શકી હતી.

પણ આ વખતે ફરીથી આ શો નવા કલેવર સાથે આવવા તૈયાર છે. સલમાન ખાને પોતે જણાવ્યું હતું કે આ વખતે શો સમ્પૂર્ણ રીતે ફેમિલી શો હશે અને લોકોને કોઈ પણ જાતની ફરિયાદનો મોકો નહિં મળે.

શોની ટીઆરપી અંગે મજાકમાં સલમાન ખાને જણાવ્યુ હતું કે હું પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરૂ છું, પણ એના માટે હું સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ ડ્રેસ તો ન જ પહેરી શકું, કારણ કે હું સલમાન ખાન છું, સન્ની લિયોન નહિં.

આપને જણાવી દઇએ કે પોર્ન સ્ટાર સન્ની લિયોને બિગ બૉસ સીઝન 5 દ્વારા જ બૉલીવુડમાં પગલાં મૂક્યા હતાં, પણ આ વખતે કોઈ સેલિબ્રિટીનો આ શોમાં સમાવેશ થશે કે નહિં, તે અંગે સલમાન ખાન કઈં પણ બોલ્યા નહિં. બસ સ્મિત સાથે જવાબ આપ્યો-વેટ એન્ડ વૉચ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X