સલમાન ખાનની અંદર પોતાની છબી જોતાં ધર્મેન્દ્ર
મુંબઈ, 9 મે : પોતાની એક્ટિંગ તેમજ જુદા જ પ્રકારના ડાંસ માટે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રની વધુ એક બાબત એવી છે કે જેના કારણે લોકો તેમના કાયલ છે અને તે છે સ્પષ્ટ બોલવું. તેની ઝલક દેખાઈ એક ટેલીવિઝન કાર્યક્રમ દરમિયાન.

ધર્મેન્દ્ર રિયલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપરમૉમના ઑડિશનમાં પોતાની આવનાર ફિલ્મ યમલા પગલા દીવાના 2ના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. તેમની સાથે તેમના નાના પુત્ર બૉબી દેઓલ પણ હતાં. ફિલ્મમાં બૉબી ઉપરાંત ધર્મેન્દ્રના મોટા પુત્ર સન્ની દેઓલ પણ છે.
ફિલ્મોની ડાન્સિંગ સ્ટાઇલ અંગે ધર્મેન્દ્રે જણાવ્યું - આજના બાળકો ઘણા સારા ડાન્સર છે. મારા માટે તો આજના હીરો-હીરિઓન મારા બાળકો જેવા જ છે. દરેકનો પોતાનો અલગ અંદાજ છે. હૃતિક જુદો છે, તો શાહરુખ જુદો, પણ ખબર નહીં કેમ સલમાન ખાનમાં મને મારી છબી દેખાય છે. તે મારા જેવી જ એક્ટિંગ કરે છે, ઢિશમુ-ઢિશુમ કરે છે અને મારી જેમ જ આડેધડ રીતે નાચી પણ લે છે. આજની પેઢીમાં બહુ સારા લોકો છે, પરંતુ બેસ્ટ કોણ છે, તે અંગે હું કંઈ ન કહી શકું.
યમલા પગલા દીવાનાની સિક્વલ વાયપીડી 2 ફિલ્મમાં ક્રિસ્ટીના અખીવા તથા નેહા શર્મા અભિનેત્રીઓ છે. ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન, આમિર ખાન અને હૃતિક રોશન પણ હાજર હતાં.












Click it and Unblock the Notifications
