• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હું લગ્નને લાયક જ નથી : સલમાન ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડના દબંગ, બૉડીગાર્ડ કે પછી મિસ્ટર ટાઇગર જે કહો તે, સલમાન ખાન દરેક રોલ અને દરેક પાત્રમાં ફિટ છે, પરંતુ એક બાજુ રીલ લાઇફમાં તેમને લોકો મન મૂકીને પ્રેમ કરવા તૈયાર રહે છે, તો બીજી બાજુ તેમની રીયલ લાઇફમાં પ્રેમ શબ્દ જ ખૂબ દૂર છે. એટલે જ તો ઉંમરના આ તબક્કે પહોંચીને પણ બૉલીવુડનો ટાઇગર આજેય એકલો છે. કાયમ લગ્નની વાતને ટાળી જનાર અભિનેતા સલમાન ખાને જણાવ્યું છે કે હવે તેઓ વિચારે છે કે તેઓ લગ્નને લાયક જ નથી અને કદાચ હવે તેમને લગ્નનો ખ્યાલ દિલમાંથી કાઢી દેવું જોઇએ, કારણ કે તેમને નથી લાગતું કે હવે તેઓ લગ્ન કરી શકશે.

સલ્લુ મિયાએ જણાવ્યું કે વીતેલા સમયમાં એક સમય એવો આવ્યો હતો કે જે વખતે મને લાગ્યુ હતું કે હું લગ્ન માટે તૈયાર છું અને મારે લગ્ન કરી લેવા જોઇએ, પરંતુ તે વખતે પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હું લગ્ન અંગે વિચારીને પણ લગ્ન કરી ન શક્યો. આપને જણાવી દઇએ કે સલમાન ખાન હાલ પોતાની આવનાર ફિલ્મ દબંગ 2 અંગે ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન અંગે તેઓ અનેક ટેલીવિઝન શો તેમજ ઇવેન્ટમાં દેખાઈ રહ્યાં છે. એવા જ એક ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતાં સલમાન ખાને પોતાના દિલની વાતો આ રીતે વ્યક્ત કરી.

ફિલ્મ દબંગ 2માં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હાની જોડી છે. અરબાઝ ખાન દિગ્દર્શિત ફિલ્મના આયટમ નંબરે ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધારી દીધી છે, તો બીજી બાજુ ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ફિલ્મને બહેતરીન ગણાવી છે. જોઇએ હવે દર્શકોને ફિલ્મ કેટલી ગમે છે?

English summary
I think about not getting married said Salman Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X