Pics : બાળકોને લાઇમલાઇટથી દૂર રાખુ છું : કાજોલ

મુંબઈ, 13 સપ્ટેમ્બર : મુંબઈની ચમક-દમક તથા આકર્ષણમાં રહેવા છતાં બૉલીવુડ અભિનેત્રી અને બે બાળકોના માતા કાજોલ પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવાના પ્રયત્નો કરે છે કે જેથી તેઓ પોતાનું બાળપણ સામાન્ય રીતે ગાળી શકે. જોકે કાજોલ અને તેમના પતિ અભિનેતા-નિર્માતા અજય દેવગણ માટે પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવું સરળ નથી.

એક વાતચીતમાં કાજોલે જણાવ્યું - તેમની સારસંભાળ, સલામતી તથા તેમને લાઇમલાઇટથી દૂર રાખવા માટે અમે જેટલું કરી શકીએ, તેટલું કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે તેમનો ઉછેર સામાન્ય બાળકોની જેમ થાય. કાજોલ લગ્ન બાદ ટેલીવિઝન જાહેરખબરોમાં વધુ સક્રિય છે, કારણ કે તેના શૂટિંગમાં ઓછો સમય લાગે છે. ઓલે તથા વ્હર્લપૂલ જેવી જાહેરખબરોમાં નજરે પડનાર કાજોલે તાજેતરમાં હગીસ વંડર પૅંટ્સનું લૉન્ચિંગ કર્યું છે.

બાઝીગર અને કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોના અભિનેત્રી કાજોલ પોતાના બાળકો ન્યાસા (10) તથા યુગ (3) સાથે બહુ સખત છે. 39 વર્ષીય કાજોલે જણાવ્યું - હું પોતાના બાળકો સાથે બહુ કડકાઈથી વ્યવહાર કરુ છું. મને લાગે છે કે તેમને તેમની મર્યાદાઓ અંગે જણાવવું મહત્વનું છે. માતા-પિતા હોવાના નાતે તેમને સારા-નરસા વિશે બતાવવું આપણી જવાબદારી છે.

આવો તસવીરો સાથે જાણીએ કાજોલે શું કહ્યું વધુમાં :

મારી ફિલ્મો નથી જોતી ન્યાસા

મારી ફિલ્મો નથી જોતી ન્યાસા

કાજોલે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું - મારી દીકરી મારી ફિલ્મો નથી જોતી. તેને લાગે છે કે હું પોતાની ફિલ્મોમાં બહુ રડુ છું. તે કહે છે કે મારે પપ્પાની જેમ ગોલમાલ જેવી ફિલ્મો બનાવવી જોઇએ.

યુગ નાનો છે

યુગ નાનો છે

તેમણે જણાવ્યું કે યુગ તો હમણા બહુ નાનો છે. એટલે તેના ફિલ્મ જોવા અંગે કંઈ કહી શકાય જ કઈ રીતે.

મુશ્કેલ છે ઉછેર

મુશ્કેલ છે ઉછેર

કાજોલ કહે છે - હું સેલિબ્રિટી છું અને તેથી બાળકોનો ઉછેર બહુ મુશ્કેલ છે, પરંતુ જહાં ચાહ-વહાં રાહ... હું બાળકો જાગતા પહેલા પોતાનું કામ ખતમ લેતી હતી. પછી તેમને નિશાળે મૂકવા જતી અને પછી પોતાના કામે જતી.

અજય સાથે ખુશ

અજય સાથે ખુશ

કાજોલે જણાવ્યું - સંબંધો પર ધ્યાન આપવું જરૂરી છે. હું અને અજય સાથે ખુશ છીએ. દરેક સંબંધમાં તાલમેલની જરૂર હોય છે. મેં પોતાના સંબંધમાં તાલમેલ બેસાડ્યું છે.

ટુંકમાં જ કમબૅક

ટુંકમાં જ કમબૅક

કાજોલ ટુંકમાં જ બૉલીવુડમાં કમબૅક કરવાના છે. તેઓ પોતાના પતિ અજયની નિર્માણ કંપની દ્વારા બનનાર ફિલ્મ દ્વારા કમબૅક કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X