પપ્પા શક્તિનો ખલનાયક રૂપ જોઈ ચિડાઈ જતી પુત્રી શ્રદ્ધા
મુંબઈ, 15 એપ્રિલ : આજકાલ ભટ્ટ કૅમ્પની આવનાર ફિલ્મ આશિકી 2 ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ આશિકી 2ના ગીત તુમ હી હો... એ એક બાજુ ઇંટરનેટ ઉપર ધૂમ મચાવી છે, તો બીજી બાજુ આ ગીતના હીરોઇન શ્રદ્ધા કપૂર પણ લોકોને ખૂબ ગમી રહ્યાં છે.

ખલનાયક શક્તિ કપૂરના પુત્રી શ્રદ્ધા કપૂરની આ ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ તેમની બે ફિલ્મો તીન પત્તી તથા લવ કા ધ એન્ડ સુપર ફ્લૉપ રહી છે. શ્રદ્ધાને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે. ફિલ્મના વખાણ કરતાં શ્રદ્ધા કપૂર કહે છે કે તેમને તેમના પપ્પા વિલન વાળા રોલમાં સારાં નથી લાગતાં.
શ્રદ્ધા કપૂર જ્યારે શક્તિ કપૂરની ફિલ્મો જોતાં અને તેમના પપ્પાની ફિલ્મનો હીરો ધોલાઈ કરતો, તો તેમને સારૂં નહોતું લાગતું. તેઓ જોર-જોરથી બૂમો પાડવા લાગતાં, પરંતુ પછીથી તેમના માતાએ તેમને સમજાવ્યું કે આ તો ફિલ્મ છે.
શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે તેમને તેમના પપ્પાના કૉમિક રોલ ખૂબ સારા લાગે છે. શ્રદ્ધાએ જણાવ્યું કે તેમના પપ્પા દુનિયાના સૌથી સારા પપ્પા છે. તેઓ ખૂબ જ સારા માણસ છે. આશિકી 2 ફિલ્મ આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
