હું ઈચ્છું છું કે તું બ્લાઉઝ ઉતારીને મને તમારી બ્રા દેખાડ, માધુરી દિક્ષિત સાથે ઘટેલી ઘટનાનો ખુલાસો થયો
બોલિવૂડની સહાબહાર અભિનેત્રી અને ધક ધક ગર્લના નામની ફેમસ માધુરી દિક્ષિતની આજે પણ મોટી ફેન ફોલોઈંગ છે. ક્યારેક બોલિવૂડમાં રાજ કરનારી માધુરી દિક્ષિત કેટલાક એવા ખુલાસા કરી ચુકી છે જેની ખુબ ચર્ચા છે.
માધુરીએ પોતાના કરિયરમાં 70 થી વધુ ફિલ્મો કરી છે અને ઘણા બઘા ડાન્સિંગ રિયાલિટી શોને જજ કર્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયાથી તેના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે.

હાલમાં જ ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદે માધુરી વિશે ખુલાસો કર્યો છે અને ચોંકાવનારી વાત કહી છે. આ ઘટના શનખ્ત ફિલ્મ દરમિયાન બની હતીસ જે રિલીઝ ન થઈ શકી.
આ ફિલ્મમાં માધુરી સાથે અમિતાભ બચ્ચન હતા. હાલમાં જ રેડિયો નશાને આપેલા ઈન્ટરવ્યુમાં ટીનુ આનંદે જણાવ્યું કેસ તે શૂટનો પહેલો દિવસ હતો અને માધુરીએ તેનું બ્લાઉઝ ઉતારીને તેની બ્રા બતાવવાની હતી. તેમના જણાવ્યા અનુસાર, પહેલા અભિનેત્રી તે કરવા માટે સંમત થઈ પરંતુ પછી ના પાડી દીધી.
તેમણે કહ્યું કે, મેં માધુરીને આખો સીન સંભળાવ્યો અને તેને પહેલેથી જ કહી દીધું હતું કે તારે તારું બ્લાઉઝ ઉતારવું પડશે અને પહેલીવાર અમે તને બ્રામાં જોઈશું. અમે તને ઘાસ કે કોઈ પણ વસ્તુ પાછળ નહીં છુપાવીએ. કારણ કે તું તારી જાતને એક વ્યક્તિને મદદના બદલામાં ઓફર કરીશ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીન છે અને હું તેને પહેલા દિવસે જ શૂટ કરવા માંગુ છું. તેણે કહ્યું ઠીક છે.
તેમણે આગળ કહ્યું કે, માધુરીને એમ કહ્યું હતું કે તે તેની ઈચ્છા મુજબ બ્રા ડિઝાઈન કરી શકે છે, પરંતુ તે એક જ બ્રા હોવી જોઈએ. મેં કહ્યું હતું કે તું પોતાની બ્રા ડિઝાઇન કરી શકે છે, જે ઇચ્છો તે. મને કોઈ વાંધો નથી. પરંતુ તે બ્રા હોવી જ જોઈએ કારણ કે તમે તમારું બ્લાઉઝ ઉતારી રહ્યા છો અને તમારી જાતને ઓફર કરી રહ્યા છો.
માધુરી શરૂઆતમાં આ સીન માટે ટીનુ આનંદની માંગ સાથે સંમત થઈ હતી પરંતુ જ્યારે શૂટિંગની વાત આવી ત્યારે તેણે ના પાડી દીધી. આ બાબતે ડાયરેક્ટર અને તેની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી ટીનુ આનંદે માધુરીને પેકઅપ કરવા કહ્યું અને ફિલ્મ પડી ભાંગી.












Click it and Unblock the Notifications
