મોદી વડાપ્રધાન નહી બને તો વીણા મલિક કરાવશે ટાલ
મુંબઇ, 16 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ઇન્ડિયન ફિલ્મ ઇંડસ્ટ્રીમાં નથી પરંતુ પાકિસ્તાની ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પણ નરેન્દ્ર મોદીની ધૂમ ગુંજી રહી છે. આ વખતે નરેન્દ્ર મોદીને લઇને કંટ્રોવર્શિયલ ક્વીન અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મણિકે એક અજીબો-ગરીબો નિવેદન આપ્યું છે. ત્યારબાદથી તે મીડિયાથી ચર્ચામાં આવી ગઇ છે. ફરી એકવાર પોતાના ટ્વિટના લીધે મીડિયાની ચર્ચામાં આવી ગઇ છે.

જી હાં વીણા મલિકે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કર્યું છે કે જો આ વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન મંત્રી નહી બને તો તે પોતાનું માથું મુંડાવી દેશે. તમણે જણાવી દઇએ કે વીણા મલિક પોતાના અજીબો-ગરીબ હરકતોના લીધે મોટાભાગે ચર્ચામાં રહે છે. કારણ કે સમાચાર એ પણ છે કે વીણા મલિકને ઘણા સમયથી કામ મળી રહ્યું નથી એટલા માટે ચર્ચામાં બની રહેવા માટે તે આ પ્રકારનું નિવેદન આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વીણા મલિક સિવાય બૉલીવુડની પણ કેટલીક અભિનેત્રીઓ પણ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂકી છે.
બૉલીવુડ અભિનેત્રી અને મૉડલ મેઘના પટેલ નરેન્દ્ર મોદી માટે ન્યૂડ થઇ ચૂકી છે. મેઘના પટેલે અનોખો ફોટોશૂટ કરાવીને નરેન્દ્ર મોદીના પક્ષમાં વોટ માંગ્યા હતા. મેઘના પટેલ પોતાના શરીરને નરેન્દ્ર મોદીને પોસ્ટરથી ઢાંકી રાખ્યું હતું. એટલું જ નહી નરેન્દ્ર મોદીના સમર્થનમાં મુજરો પણ કર્યો હતો. મેઘના પટેલે નરેન્દ્ર મોદી માટે ડાન્સ કરતી વખતે જે ડ્રેસ પહેર્યો છે, તેમાં નરેન્દ્ર મોદીના ઘણા બધા નાના-નાના ફોટા હતા. મેઘના પટેલે નરેન્દ્ર મોદીના સમર્થનમાં મુસ્લિમ વોટરોને રિજવવા માટે ડાન્સનો આ વીડિયો જાહેર કર્યો છે.
મેઘના પટેલ ફિલ્મ મોહબ્બતેં, હેલો ડાર્લિંગ, વેલકમ, ઐશ્વર્યા અને ફરારમાં અભિનય કરી ચૂકી છે. આ ઉપરાંત તેમણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી સીરિયલ 'કહાણી ચંદ્રકાંતાની'માં પણ મેઘના પટેલ કામ કરી ચૂક્યાં છે. પરંતુ વીણા મલિકના સંબંધમાં જ્યારે મેઘના પટેલ સાથે ફોન પર વાતચીત કરવામાં આવી તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વીણા મલિક મીડિયામાં બની રહેવા માટે આવું નિવેદન આપે છે. મેઘના, વીણા મલિકની તો તેમના દેશમાં જ કોઇ ઇજ્જત નથી એટલા માટે તે ભારતીય મીડિયાને ટાર્ગેટ કરી રહી છે.
If Modi doesn't become the prime minister I will shave my head.....!!!
— Veena Malik (@iVeenaMalik) April 14, 2014 











Click it and Unblock the Notifications
