OMG : ઝીરો સાઇઝનો મોહ છોડી વજન વધારતી બેબો!
મુંબઈ, 24 ફેબ્રુઆરી : બેબો ઉર્ફે બેગમ કરીના કપૂર બૉલીવુડના એવા પ્રથમ અભિનેત્રી છે કે જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાઇઝ જીરોનું ચલણ શરૂ કર્યુ હતું. બેબોના આ મસ્ત ફિગર પ્રત્યેક સૌ ઘેલા થઈ ગયા હતાં, પરંતુ હવે લાગે છે કે કરીના કપૂરે ઝીરો સાઇઝ ફિગરનો મોહ પડતો મૂક્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કરીના કપૂરનું વજન થોડુંક વધી ગયું છે. મનાય છે કે રોહિત શેટ્ટીની સિંઘમની સિક્વલ સિંઘમ 2 ફિલ્મ માટે કરીના કપૂર પોતાનું વજન વધારી રહ્યાં છે કે જેમાં તેમના હીરો અજય દેવગણ છે. સિંઘમ 2 ફિલ્મમાં કરીના કપૂરના પાત્રને આટલું વજન ધરાવતી અભિનેત્રી જ શૂટ કરે છે. આઇફા ઍવૉર્ડ માટે રવાના થતી વખતે મુંબઈ ઍરપોર્ટે કરીના કપૂર કૅમેરે ઝડપાયાં. કરીનાને જોઈને લાગતુ હતું કે તેમણે પોતાનું વજન વધારી દીધું છે. કરીનાએ આ અગાઉ ટશન ફિલ્મ માટે ઝીરો ફિગર બનાવ્યુ હતું.
ચાલો મુંબઈ ઍરપોર્ટ ઉપરથી આઇફા ઍવૉર્ડ્સ 2014 માટે રવાના થતી કરીના કપૂર સહિતની સેલિબ્રિટીની તસવીરો :

કરીના કપૂર ટૅમ્પા રવાના
કરીના કપૂર મુંબઈ ઍરપોર્ટથી ટૅમ્પા માટે રવાના થયા, ત્યારે તેઓ કૅમેરે કેદ થઈ ગયાં. કરીના આઇફા ઍવૉર્ડ્સમાં ભાગ લેવા ગયાં છે.

વધેલુ વજન
મુંબઈ ઍરપોર્ટ ઉપર જે કરીના કપૂર કૅમેરે કેદ થયાં, તેમનું વજન વધેલુ જણાતુ હતું. સ્પષ્ટ છે કે કરીના વજન વધારી રહ્યાં છે. કદાચ ઝીરો સાઇઝ ફિગરથી તેમનો મોહભંગ થઈ ગયો છે. કહે છે કે તેઓ સિંઘમ 2 માટે વજન વધારી રહ્યાં છે.

બોમન ઈરાની
બૉલીવુડ અભિનેતા બોમન ઈરાની આઇફા ઍવૉર્ડ્સ માટે રવાના થયાં છે.

દિવ્યા દત્તા
દિવ્યા દત્તા પણ આઇફા ઍવૉર્ડ્સમાં ભાગ લેશે.

હૃતિક રોશન
મુંબઈ ઍરપોર્ટ પર કૅમેરે કેદ થયેલા હૃતિક રોશન કે જેઓ ટૅમ્પા માટે રવાના થયાં છે.

માધુરી-શ્રીરામ
માધુરી દીક્ષિત પણ પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં ભાગ લેવાનાં છે.

પરફૉર્મ કરશે માધુરી
માધુરી દીક્ષિત આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં પરફૉર્મ પણ કરવાનાં છે.












Click it and Unblock the Notifications
