Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇલિયાનાએ કહ્યું, 'હું બેશરમ છું અને સુધરવાની નથી....'

ઇલિયાના ડી'ક્રૂઝે બિકિનીમાં તસવીર શેર કરી છે. તેના ફોટોશૂટની આ તસવીરો જોવાલાયક છે.

બરફી ફિલ્મ થકી બોલિવૂડમાં પદાર્પણ કરનાર ઇલિયાના ડી'ક્રૂઝ ખૂબ સુંદર અને બોલ્ડ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ હોટ લાગી રહી છે. હાલ તો તેણે એક જ તસવીર પોસ્ટ કરી છે, પરંતુ અહીં અમે તમને તેના ફોટોશૂટની અન્ય કટલીક તસવીરો પણ બતાવવા જઇ રહ્યાં છે.

વ્હાઇટ બિકિનીમાં શેર કરી તસવીર

વ્હાઇટ બિકિનીમાં શેર કરી તસવીર

ઇલિયાનાએ રિસન્ટલી આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વ્હાઇટ બિકિનીમાં તે અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. ઇલિયાનાના આ નેચરલ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે અને આથી આ તસવીર સોસિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

બાથટબમાં તસવીર

બાથટબમાં તસવીર

થોડા સમય પહેલાં જ ઇલિયાનાએ બાથટબમાં પડાવેલ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરને કારણે સોશિયલ મીડિયા પર ખાસો હોબાળો થયો હતો.

બોયફ્રેન્ડ સાથે તસવીર

બોયફ્રેન્ડ સાથે તસવીર

એના થોડા સમય બાદ ઇલિયાનાએ પોતાના બોયફ્રેન્ડ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, હું બેશરમ છું અને સુધરવાની નથી. ઇલિયાના મીડિયા સામે તો ઓછું આવે છે, પરંતુ આવી પોસ્ટ્સને કારણે સમાચારોમાં રહે છે.

મૂળ ગોવાની છે ઇલિયાના

મૂળ ગોવાની છે ઇલિયાના

ઇલિયાના ડી'ક્રૂઝ મૂળ ગોવાની છે. 30 વર્ષીય આ મોડેલ-એક્ટ્રેસનો જન્મ 1 નવેમ્બર, 1986ના રોજ થયો હતો. બોલિવૂડ પહેલાં તે તેલુગુ સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2006માં આવેલી તેની તેલુગુ ફિલ્મ દેવાદાસુ માટે તેને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એનાયત કરવામાં આવ્યો હતો. ઇલિયાના તેલુગુની બેસ્ટ લીડિંગ એક્ટ્રેસિસમાંની એક છે. જો કે, બોલિવૂડમાં ઝંપલાવ્યા બાદ તે મુંબઇમાં જ રહે છે.

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2012માં તે અનુરાગ બાસુની ફિલ્મ બરફીમાં રણબીર કપૂર સામે જોવા મળી હતી. તેના આ રોલને ક્રિટિકલ એપ્રિસિએશન તો મળ્યું જ હતું, સાથે જ ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ પણ તને મળ્યો હતો.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

બરફી બાદ તે ફટા પોસ્ટર નીકલા હીરો(2013), મેં તેરા હીરો(2014), હેપ્પી એન્ડિંગ(2014) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે, આ ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. વર્ષ 2016માં તે અક્ષય કુમાર સાથે ફિલ્મ રૂસ્તમમાં જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી. તેની આગામી ફિલ્મ છે અજય દેવગણની બાદશાહો.

પહેલી ફિલ્મનો અનુભવ

પહેલી ફિલ્મનો અનુભવ

પોતાની પહેલી ફિલ્મ અંગે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પહેલી ફિલ્મ દેવાદાસુના શૂટિંગ વખતે હું ખૂબ રડી હતી. મારાથી પ્રેશર હેન્ડલ નહોતું થઇ શક્યું, હું ફિલ્મ છોડવા માંગતી હતી. પરંતુ મારી મમ્મીએ મને હિંમત આપી. રાત્રે લગભગ 3 વાગ્યા સુધી તેણે મને લેક્ચર આપ્યું. દેવાદાસુ ફિલ્મ હિટ રહી અને ત્યાર બાદ મારે પાછું વળીને જોવાની જરૂર નથી પડી.

અહીં વાંચો

અહીં વાંચો

પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનો મેટ ગાલા લૂક હાલ ખૂબ ચર્ચામાં છે. આ બેમાંથી બોલિવૂડની કઇ સ્ટાયલિશ દિવાએ બાજી મારી, જાણો અહીં..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X