ડિસેમ્બરમાં રિલીઝ થશે આલિયા-રણદીપ-ઇમ્તિયાઝની હાઈવે
મુંબઈ, 26 એપ્રિલ : દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની આવનાર ફિલ્મ હાઈવે 13મી ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. અભિનેતા રણદીપ હુડા તેમજ અભિનેતા આલિયા ભટ્ટ ફિલ્મ હાઈવેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. હાઈવે હાલ નિર્માણાના બીજા તબક્કામાં છે.

હાઈવે રજૂ અને રિલીઝ કરી રહેલાં સાજિદ નડિયાદવાલા આ પ્રોજેક્ટ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.
નડિયાદવાલાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું - ગત ડિસેમ્બરનો સમય હતો. અમે આ પરિયોજના ઉપર કામ કરવા તૈયાર થઈ ગયાં. માર્ચમાં હાઈવે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અને ત્યારથી એવું મુશ્કેલ શૂટ હોવા છતાં કાર્યક્રમમાં પૂરૂં કરવામાં વ્યસ્ત રહ્યાં કે જે એક અદ્ભુત બાબત છે.
હાઈવે ફિલ્મ છ રાજ્યો દિલ્હીથી રાજસ્થાન, હરિયાણાથી હિમાચલ પ્રદેશ તથા પંજાબથી કાશ્મીરની સડકોની આસપાસ કેન્દ્રિત છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન તૈયાર કરી રહ્યાં છે.
જબ વી મેટ, લવ આજ કલ તેમજ રૉકસ્ટાર માટે જાણીતા ઇમ્તિયાઝ અલી હાઈવે ફિલ્મ અંગે ખૂબ જ આશા સેવી રહ્યાં છે. તેઓ પણ આ ફિલ્મમાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ વીરા તરીકે દેખાશે.












Click it and Unblock the Notifications
