For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013 : 166 ફિલ્મો આવી, 5 ‘સો કરોડી’, કમાણીમાં વધારો, ધૂમનો તડકો બાકી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડ માટે વર્ષ 2013ને વિશ્લેષકોએ મિશ્ર વર્ષ ઠરાવ્યું છે. બૉલીવુડનો આ વર્ષનો અત્યાર સુધીનો વ્યવસાય 2,633 કરોડ રુપિયા થઈ ચુક્યો છે કે જેમાં હજી ધૂમ 3ની કમાણીનો સમાવેશ થવો બાકી છે. આ ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

વર્ષ 2013માં 166 બૉલીવુડ ફિલ્મો રિલીઝ થઈ અને તેમાંથી 2,633 કરોડ રુપિયાની કમાણી થઈ કે જે ગત વર્ષની 2,423 કરોડ રુપિયા કરતાં વધુ છે. જોકે બ્લૉકબસ્ટર ફિલ્મોની સંખ્યા આ વર્ષે ગત વર્ષ કરતાં ઓછી રહી. ગત વર્ષે નવ ફિલ્મો સો કરોડ ક્લબમાં જોડાઈ હતી કે જેમાં અગ્નિપથ, હાઉસફુલ 2, રાઉડી રાઠોડ, એક થા ટાઇગર, બર્ફી, જબ તક હૈ જાન, સન ઑફ સરદાર, બોલ બચ્ચન અને દબંગ 2 હતી, પરંતુ આ વર્ષે માત્ર પાંચ ફિલ્મો જ સો કરોડના આંકડાને ઓળંગી શકી. આ ફિલ્મો છે યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ, ભાગ મિલ્ખા ભાગ, ક્રિશ 3 તથા રામલીલા.

આવો તસવીરો સાથે જોઇએ 5 ‘સો કરોડી' ફિલ્મો અને કેવું રહ્યું વર્ષ 2013 બૉલીવુડ માટે :

મિશ્ર વર્ષ

મિશ્ર વર્ષ

મલ્ટીમીડિયા કંબાઇંસના રાજેશ થડાણીએ વર્ષ 2013ને બૉલીવુડ માટે મિશ્ર વર્ષ ઠરાવ્યું છે. તેમણે જણાવ્યું - 2013 સારૂ વર્ષ રહ્યું, પણ એમ કહેવું યોગ્ય ગણાશે કે તે મિશ્ર રહ્યું. કેટલીક મોટી ફિલ્મો અને સાથે જ કેટલીક સરેરાશ ફિલ્મોએ સારૂ પ્રદર્શન કર્યું. ભલે 100 કરોડ ક્લબમાં આ વર્ષે ઓછી ફિલ્મો જોડાઈ, પણ આ વર્ષનું કલેક્શન બહેતર રહ્યું.

ચેન્નઈ એક્સપ્રેસે તોડ્યા રેકૉર્ડ

ચેન્નઈ એક્સપ્રેસે તોડ્યા રેકૉર્ડ

થડાણીએ જણાવ્યું - ચેન્નઈ એક્સપ્રેસની 216 કરોડ રુપિયાની કમાણી થઈ. યે જવાની હૈ દીવાનીએ 185 કરોડ, ક્રિશ 3એ લગભગ 200 કરોડ, ભાગ મિલ્ખા ભાગે 109 કરોડ અને રામલીલાએ 110 કરોડ રુપિયાની કમાણી કરી. 2012માં 175 કરોડ રુપિયા અને 200 કરોડ રુપિયાની કમાણી નહોતી થઈ.

દરેક શ્રેણીની ફિલ્મો બની

દરેક શ્રેણીની ફિલ્મો બની

વિશ્લેષક કોમલ નાહટાએ જણાવ્યું - બૉલીવુડનો કારોબાર અત્યાર સુધીના હિસાબે બહેતર રહ્યો છે. ક્રિશ 3 તથા ચેન્નઈ એક્સપ્રેસ જેવી કોટલાક મોટા બજેટ ધરાવતી ફિલ્મોએ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું. વિવિધ શ્રેણીઓમાં વિવિધ પ્રકારની ફિલ્મો સાથે આ મિશ્ર વર્ષ રહ્યું. આ વર્ષે લગભગ દરેક શ્રેણીની ફિલ્મો બની.

રામલીલાએ આશ્ચર્ય સર્જ્યું

રામલીલાએ આશ્ચર્ય સર્જ્યું

જી7 મલ્ટીપ્લેક્સ તેમજ મરાઠા મંદિરના કાર્યકારી નિયામક મનોજ દેસાઈએ જણાવ્યું - રામલીલા આશ્ચર્યજનક રીતે સો કરોડ ક્લબમાં પ્રવેશી. મને લાગે છે 2012ની સરખામણીએ 2013 બહેતર રહ્યું. અનેક ફિલ્મોએ અપેક્ષા કરતા સારૂ પ્રદર્શન કર્યું. અમને આશા નહોતી કે રામલીલા 100 કરોડ ક્લબમા જોડાશે, પણ તેણે સારૂ પ્રદર્શન કર્યું.

નાના બજેટની ફિલ્મો

નાના બજેટની ફિલ્મો

બિગ સિનેમાના મુખ્ય સંચાલન અધિકારી આશિષ સક્સેનાએ જણાવ્યું - વર્ષ સારૂ રહ્યું, પણ 2012ની સરખામણીએ 15-20 ટકા ઓછુ રહ્યું. મારા મતે આ વર્ષ મિશ્રિત રહ્યું. જ્યાં સુધી નાના બજેટની ફિલ્મોની વાત છે, તો આશિકી 2, એબીસીડી એની બડી કૅન ડાન્સ, સ્પેશિયલ 26 અને ગ્રાન્ડ મસ્તીએ સારો વ્યવસાય કર્યો.

ઉમ્દા પ્રદર્શન

ઉમ્દા પ્રદર્શન

થડાણીએ પણ જણાવ્યું કે નાના બજેટમાં ચાર ફિલ્મોનું પ્રદર્શન ખૂબજ ઉમ્દા રહ્યું. આશિકી 2એ 79 કરોડ, એબીસીડીએ 36 કરોડ, કાઇ પો છેએ 49 કરોડ, ફુકરેએ 32 કરોડ, સ્પેશિયલ 26એ 67 કરોડ, ચશ્મેબદ્દૂરે 42 કરોડ, મદ્રાસ કૅફેએ 40 કરોડ અને ગો ગોવા ગોને 25 કરોડની કમાણી કરી.

ધૂમ 3 કરશે ભરપાઈ

ધૂમ 3 કરશે ભરપાઈ

જોકે હજી વર્ષ 2013 પૂરૂ નથી થયું. આ વર્ષે હજી એક મોટા બજેટ અને મોટા બૅનરની ફિલ્મ ધૂમ 3 રિલીઝ થવાની બાકી છે. જે કંઈ ખામી રહી ગઈ છે, તે કદાચ ધૂમ 3 ભરપાઈ કરી દેશે.

English summary
This year, the Rs.100-crore club was overhauled and swamped, as "Chennai Express" did super-fast record collection of Rs.216 crore at the box office. In what trade experts called a mixed year for Bollywood, the estimated turnover so far has been Rs.2,633 crore and "Dhoom 3" is expected to add to the gains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X