For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં થશે નવોદિત ફિલ્મ નિર્માતાઓનો મેળાવડો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 સપ્ટેમ્બર : નવોદિત ફિલ્મ નિર્માતાઓને તેમનું કામ રજૂ કરવા માટેનું એક મંચ આપનાર ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની ત્રીજી આવૃત્તિ 20થી 28મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ વર્ષે નિર્ણાયક મંડળમાં તિગ્માંશુ ધુલિયા, નિખિલ અડવાણી તથા બિજૉય નાંબિયાર જેવા ફિલ્મકારોનો સમાવેશ થશે. મહોત્સવ નવોદિત ફિલ્મકારોને એક સામાન્ય વિષય ઉપર પોતાની 48 કલાકની ફિલ્મ બનાવવાની તક આપે છે. તેઓ ફિલ્મ પોતાના શહેરોમાં શૂટિંગ બાદ તેમને ઑનલાઇન અપલોડ કરી શકે છે. મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓ પણ સ્વીકારાય છે.

nikhi-tigmanshu-bijoy

ફિલ્મ કલ હો ના હો તથા દિલ્લી સફારીના નિર્માતા નિખિલ અડવાણીએ એક નિવેદનમાં જણાવ્યું - આપણો ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને આ ઝડપને જાળવી રાખવા કૅમરાની આગળ અને પાછળ વ્યાવસાયિકોની જરૂર છે. ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ જેવા નવી પ્રતિભાઓને વિશ્વસનીય તેમજ બહેતર મંચ ઉપલબ્ધ કરાવવાના પ્રાથમિક પ્રયત્નોને ટેકો આપવા અને હિમાયત કરવાની જરૂર છે.

ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ ફિલ્મ નિર્માણ પ્રતિસ્ર્ધા ઉપરાંત પાંચ દવિસીય ફિલ્મ મહોત્સવનો પણ સાક્ષી બનશે. પ્રોજેક્ટના સંસ્થાપક તથા નિયામક રીતમ ભટનાગરે જણાવ્યું - અમને મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકાતા તથા નાના શહેરો જેમ કે સિલીગુડી, ભિલાઈ, દાવણગેરે, રાજકોટ તથા બીજા કક્ષાના શહેરોમાંથી પણ ખૂબ રજિસ્ટ્રેશન મળ્યાં છે.

English summary
The third edition of the India Film Project, which gives budding filmmakers a platform to showcase their work, will be held Sep 20-28 in Ahmedabad. Filmmakers like Tigmanshu Dhulia, Nikhil Advani and Bejoy Nambiar are on the jury this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X