For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખલનાયક બાદ હવે દબંગ સલમાન જશે જેલ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 જૂન : બૉલીવુડના દબંગ સલમાન ખાન માટે આજનો દિવસ મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈની એક સત્ર અદાલત સલમાન ખાનની મજિસ્ટ્રેટ અદાલતના ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલ ઉપર ચુકાદો સંભળાવશે.

મજિસ્ટ્રેટ અદાલતે વર્ષ 2002ના હિટ એન્ડ રન કેસ અંગે સલમાન ખાન વિરુદ્ધ ગેરઇરાદાપૂર્વક હત્યાના કેસમાં પુનઃ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતે. તે પછી ન્યાયાધીશ યૂ. બી. હેઝીબે એક માસ અગાઉ આ કેસમાં તમામ દલીલો પૂર્ણ થયા બાદ અપીલ ઉપર ચુકાદો સંભળાવવા માટે 10 જૂનની તારીખ નક્કી કરી હતી.

ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 304 મુજબ સલમાન ખાન સામે ગેરઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચાલી રહ્યો છે. ગંભીર આરોપની વિરુદ્ધ દલીલ આપતા સલમાનના વકીલે દલીલ કરી હતી કે મજિસ્ટ્રેટ અદાલતનો આદેશ કાયદેસર રીતે ખોટો અને રેકૉર્ડમાં નોંધાયેલ સાક્ષ્યની વિરુદ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે મજિસ્ટ્રેટ આ વાતને સમજવામાં નિષ્ફળ રહ્યાં કે અભિનેતાનો ન તો ફુટપાથ પર સૂતા લોકોની હત્યાનો ઇરાદો હતો અને ન તો તેમને આ બાબતની માહિતી હતી કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાથી એક વ્યક્તિનું મોત થઈ જશે અને ચાર જણાને ઈજા થશે. કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ બાબત ઉપરથી પડદો ઉંચકાઈ જશે કે બૉલીવુડ અભિનેતા ચુલબુલ પાન્ડે જેલ જશે કે પછી બચી જશે.

English summary
Verdict on Salman's appeal in hit-and-run case today A Mumbai sessions court will deliver its verdict on actor Salman Khan's appeal against a magistrate's order for his retrial in the 2002 hit-and-run case under stringent charge of culpable homicide not amounting to murder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X